Friday, Oct 24, 2025

‘ભૂત’એ પકડયા પગ અને પછી છોકરીની જે હાલત કરી…અત્યંત ડરામણો વીડિયો, કાચાપોચા ન જુએ

2 Min Read

Ghost’ grabs the girl

  • Ghost viral video : સોશિયલ મીડિયા પર અવારનવાર ભાત ભાતના વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને ક્યારેક તો રૂવાડાં ઊભા થઈ જાય. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરીનો પગ કોઈ અદ્રશ્ય શક્તિએ જાણે પકડી રાખ્યો હોય તેવું લાગે છે. આ શક્તિ કઈ છે તે કેમેરામાં દેખાતી નથી.

વાયરલ વીડિયોમાં (Viral video) તમે જોઈ શકો છો કે છોકરી તેના કામમાં વ્યસ્ત છે. ત્યારે અચાનક જમીન પર પડી જાય છે. ત્યારબાદ કોઈ છોકરીનો પગ પકડીને તેને સામેવાળા રૂમમાં લઈ જાય છે. છોકરીનો પગ કોઈ ખેંચી રહ્યું છે એ તો સારી પેઠે જોવા મળી રહ્યું છે. પરંતુ આ પગ કોણ ખેંચી રહ્યું છે તે દેખાતું નથી. થોડી પળો બાદ છોકરી રૂમમાંથી બૂમો પાડતી નીકળે છે.

ડરામણો વીડિયો થઈ રહ્યો છે વાયરલ :

ડરામણા વીડિયોને ટ્વિટર પર @mysteriesfootag નામના એકાઉન્ટથી શેર કરાયો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે Ghost attacks woman at work. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.3 M વ્યૂઝ પણ મળી ચૂક્યા છે અને 10.9K લોકો તેને લાઈક કરી ચૂકયા છે.

આ વીડિયોને જોઈને યૂઝર્સ પણ પરેશાન છે અને મિક્સ રિસ્પોન્સ આપી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે છોકરી કઈ રીતે ડરની મારી રૂમની અંદરથી નીકળીને ભાગી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article