HomeGujaratST ડેપોમાં મીઠાઈનું પેકેટ લઈને ઊભી હતી મહિલા, થેલો ખોલતાં નીકળ્યું આટલા...

ST ડેપોમાં મીઠાઈનું પેકેટ લઈને ઊભી હતી મહિલા, થેલો ખોલતાં નીકળ્યું આટલા ગ્રામ MD ડ્રગ્સ

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

ગાંધીનગર એસટી ડેપો પર સામાન્ય મુસાફરીની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો કથિત પ્રયાસ સામે આવ્યો છે. SOGની બાતમી આધારિત કાર્યવાહીમાં 49 વર્ષીય મહિલાને 20 ગ્રામથી વધુ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવી છે. મહિલાની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો તેના પતિએ આપ્યો હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં મહિલાના પતિને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના PI એચ.પી. ભાટીની ટીમને બાતમી મળી હતી કે ગાંધીનગર એસટી ડેપોના અંદરના ભાગમાં લીલા રંગની સાડી પહેરેલી એક મહિલા શંકાસ્પદ પાવડર જેવી પ્રતિબંધિત ચીજવસ્તુ સાથે ઊભી છે. બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક એસટી ડેપો ખાતે પહોંચી ટુ-વ્હીલર પાર્કિંગ પાસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ બાતમી મુજબની મહિલાને કોર્ડન કરી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પરેશાબેન વિષ્ણુભાઈ ઠાકોર, ઉંમર 49 વર્ષ, રહે. વેજલપુર, અમદાવાદ અને મૂળ કલોલ, ગાંધીનગર હોવાનું જણાવ્યું હતું.

મહિલા પોલીસકર્મીઓ દ્વારા તેની અંગજડતી કરવામાં આવતા મરૂન રંગનો ચેઈનવાળો થેલો મળ્યો હતો. થેલાની તપાસ દરમિયાન જય ભવાની સ્વીટ્સનું માવાની મીઠાઈનું પેકેટ, સ્ટીલની પાણીની બોટલ, નાનું લેધરનું પર્સ અને બાલાજી આલુ વેફરના પેકેટ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતાં થેલાની અન્ય ચેઈનમાંથી પારદર્શક પ્લાસ્ટિકની જીપલોક બેગ મળી હતી, જેમાં ઓફ-વાઇટ રંગનો પાવડર ભરેલો હતો.

પોલીસની કડક પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે આ માદક પદાર્થ તેના પતિ વિષ્ણુભાઈ છનાજી ઠાકોરે વિસત ચોકડી પાસેથી મીઠાઈના પેકેટ સાથે આપ્યો હતો. તેને ગાંધીનગર એસટી ડેપો ખાતે ઉતરી જવાનું કહેવામાં આવ્યું હતું અને પતિ બાઈક લઈને તેને લેવા આવવાનો હતો.

ઘટનાસ્થળે FSL મારફતે પાવડરનું પરીક્ષણ કરવામાં આવતા તે મેફેડ્રોન (MD) ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. જથ્થાનું વજન 20.08 ગ્રામ અને તેની બજાર કિંમત રૂ.62,400 હોવાનું સામે આવ્યું છે. SOGએ મહિલાની ધરપકડ કરી કુલ રૂ.67 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ મહિલાના પતિને વોન્ટેડ જાહેર કરી સમગ્ર હેરાફેરીના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Subscribe

Latest stories