Thursday, Oct 23, 2025

વિરાટ સાથે ભડકેલી વિવાદની આગને ઠંડી નથી કરવા માંગતો ગંભીર ! ગંભીરે કહ્યું આ જ કળિયુગ છે…

2 Min Read

Gambhir

  • મેદાન પર શાબ્દિક યુદ્ધ બાદ ગૌતમ ગંભીરે ફરી એકવાર વિરાટ કોહલી પર પ્રહારો કર્યા છે. કોઈ પણ ખેલાડીનું નામ લીધા વિના ગંભીરે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

મેદાન પર વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચે મેદાન વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જણાવી દઈએ કે હવે એ કિસ્સામાં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગંભીરએ વિરાટ પર ફરી શબ્દો દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે.

જો કે નામનો ઉલ્લેખ કર્યા વિના ગંભીરે ટ્વિટર પર કંઈક એવું લખ્યું જેણે આ વિવાદને વેગ આપ્યો. લોકો દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે આ ટ્વીટમાં ગંભીરે DDCAના પૂર્વ પ્રમુખ પર પ્રહાર કરતા વિરાટ પર પ્રહાર કર્યા છે.

વાત એમ છે કે ગૌતમ ગંભીરની આ ટ્વીટ અડધી હિન્દીમાં અને અડધી અંગ્રેજીમાં છે જેમાં ગંભીરે લખ્યું છે કે, “જે વ્યક્તિ દિલ્હી ક્રિકેટથી ભાગી ગયો હતો તે હવે દબાણ બનાવી રહ્યો છે. એવું લાગે છે કે તે ક્રિકેટ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરતી વખતે પેઇડ પીઆર કરવામાં વ્યસ્ત છે. આ કલયુગ છે જ્યાં ભાગેડુઓ પોતાની અદાલત ચલાવે છે.

નોંધનીય છે કે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન દિલ્હીના આ બંને ખેલાડીઓ સામસામે આવી ગયા હતા અને 10 વર્ષ પછી બંને આ રીતે મેદાન પર લડતા જોવા મળ્યા હતા. હાલના મામલામાં BCCI તરફથી કડક વલણ અપનાવતા બંનેની મેચ ફીમાંથી 100 ટકા કાપવામાં આવ્યો હતો.

સાથે જ જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિરાટ કોહલીએ નવીન ઉલ હક અને અમિત મિશ્રાને મેદાન પર રમી રહ્યા હતા અને એ બાદ મેચ પછી હાથ મિલાવતી વખતે નવીને આ મુદ્દે વિરાટને વાતો સંભળાવી હતી. આ પછી કાયલ મેયર્સ આ સમગ્ર વિવાદમાં વચ્ચે આવ્યા હતા અને તેનો અંત ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેના શાબ્દિક યુદ્ધ સાથે થયો હતો.

આ પણ વાંચો :-

Share This Article