Wednesday, Nov 5, 2025

પૂર્વા મંત્રી ફરી એકવાર સુરતમાં કરશે ધમાકેદાર પરફોર્મન્સ

2 Min Read

સુરત ભારતનું એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે. 2024 નું વર્ષ જોતાજોતામાં પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર ની ઉજવણી કરવા અને નવા વર્ષની વધામણી કરવા જે બી આર એન્ટરટેનમેન્ટ, બોલીવુડના ખ્યાતનામ સિંગર પૂર્વા મંત્રી અને તેમની ટીમ સુરતના આંગણે સ્ટેરી નાઈટનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે.

સુરત એરપોર્ટ ની સામે આવેલા વાય પી ડી એસી ડોમ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન, ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ, લાઈટ અને ઈન્ડોર ફાયર શો સાથે નવા વર્ષને વધાવવા સુરતીજનો ઉમટી પડશે.

ઈવેન્ટ સ્થળની વાત કરતા આયોજક ટીમના જેનીલ ગોયાણી એ જણાવ્યું હતું કે, 72,000 સ્ક્વેર ફૂટ થી વધુ ના એરિયામાં 15,000 થી વધુ ની કેપેસિટી ધરાવતા આ હોલમાં 2500 થી વધુ ફોરવીલર 3000થી વધુ ટુવ્હીલર બાઈક પાર્કિંગ ક્ષમતા ધરાવે છે. 100% ટકા ફાયર સેફ્ટી, ઈમર્જન્સી સર્વિસ, બાઉન્સર સિક્યુરિટી સાથે સાથે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ સાથેના આ ઈવેન્ટમાં સુરતીઓ 100% ટકા સુરક્ષિત વાતાવરણ અનુભવશે.

આયોજક ટીમએ જણાવ્યું હતું કે, બોલીવુડ કલાકાર પૂર્વા મંત્રીની વાત કરીએ તો બોલીવુડની અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે. સુરતમાં સૌપ્રથમવાર કોઈ બોલીવુડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટે હાજરીથી સુરતીઓમાં ઉત્સાહ છે. અમે આપ સૌને પરિવાર સાથે વર્ષના અંતિમ દિવસને ઉજવવા અને નવા વર્ષના આવકારવા અમારી સાથે જોડાવા આમંત્રિત કરીએ છીએ.

આ પણ વાંચો :-

Share This Article