Sunday, Sep 14, 2025

ઇતિહાસમાં પહેલીવાર કપાટ ખુલતા જ આટલા શ્રદ્ધાળુ પહોંચ્યા કેદારનાથના

2 Min Read

અખાત્રીજ શુક્રવારથી કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. જો કે ચાર ધામ યાત્રાના પ્રારંભે જ ઉત્તરાખંડનું હવામાન બગડ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ ના ઘણા જિલ્લાઓમાં ૧૩ મે સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં યલો બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ૧૧ મેથી ૧૩ મે સુધી વરસાદ પડશે.

Kedarnath Yatra 2023: Shrine doors opens for pilgrims and more details inside | Kedarnath Yatra 2023: કેદારનાથ ધામના ખૂલ્યા કપાટ, બરફથી ઢંકાયો સમગ્ર વિસ્તાર, પહેલા દિવસે જ ઉમટ્યા હજારો ...જણાવી દઈએ કે ફક્ત IRCTC હેલીયાત્રા વેબસાઈટ પર જ કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલીકોપ્ટર ટિકિટ બુકિંગ ઓફર કરવામાં આવી રહી છે. IRCTC દ્વારા હેલીકોપ્ટરથી ચારધામની યાત્રા માટે બુકિંગ પણ ચાલુ છે. જેમાં હાલ ૧૦મેથી લઈને ૨૦ જૂન સુધી અને ૧૫ સપ્ટેમ્બરથી લઈને ૩૧ ઓક્ટોબર સુધી તમે બુકિંગ કરાવી શકો છો. ત્યાં જ IRCTC અનુસાર ૨૧ જૂનથી ૧૪ સપ્ટેમ્બર સુધીની યાત્રાની બુકિંગની તારીખ જલ્દી જ જાહેર કરવામાં આવશે.

રાવલ ભીમાશંકર લિંગે કહ્યું કે ભગવાન કેદારનાથ છ મહિના માટે પોતાના ધામમાં વિરાજમાન થઈ ગયા છે. હવે બાબાના ભક્ત છ મહિના સુધી પોતાના આરાધ્યના દર્શન અને પૂજા-અર્ચના ધામમાં જ કરશે. તેમણે ભગવાન કેદારનાથથી દેવભૂમિ ઉત્તરાખંડ અને સમસ્ત ભારતની સુખ-સમૃદ્ધિની કામના કરી.

ચારધામ યાત્રાની શરૂઆત સાથે રજીસ્ટ્રેશનનો આંકડો ૨૩ લાખને પાર કરી ગયો છે. શુક્રવારે સાંજે ૪ વાગ્યા સુધી ચારધામ યાત્રા માટે ૨૩ લાખ ૫૭ હજાર ૩૯૩ નોંધણી થઈ હતી. જેમાંથી ૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બદ્રીનાથ ધામ માટે ૭ લાખ, ૧૦ હજાર, ૧૯૨ નોંધણી કરવામાં આવી હતી. યમુનોત્રી માટે ૩ લાખ, ૬૮ હજાર ૩૦૨, ગંગોત્રી ધામ માટે ૪ લાખ, ૨૧ હજાર, ૨૦૫ અને હેમકુંડ સાહિબ માટે ૫૦ હજાર ૬૦૪ નોંધણી થઈ છે.

આ પણ વાંચો :-

Share This Article