HomeGujaratરાજકોટમાં મોડી રાત્રે ફ્લેટમાં આગ, માતા-પુત્રના મોત

રાજકોટમાં મોડી રાત્રે ફ્લેટમાં આગ, માતા-પુત્રના મોત

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા છે. મોડી રાત્રે લાગેલી આગમાં માતા- પુત્રના મોતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે રાજકોટના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગમાં ગૂંગળાઈ જવાથી 92 વર્ષીય માતા પ્રભાબેન પુજારા અને 63 વર્ષીય પુત્ર નરેન્દ્ર પુજારાના મોત થયું છે.

આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત
પરિવારજનો સાથેની વાતમાં સામે આવ્યું કેસ આ પરિવારે અન્ય જગ્યાએ ફ્લેટ લીધો હતો ત્યાં રહેવા જવાના હતા.6 સભ્યોનો પરિવાર આ ઘરમાં રહેતો હતો,અન્ય ચાર સભ્યો બહાર ગયા હોવાથી તેમનો બચાવ થયો છે,આ ફ્લેટમાં વર્ષોથી રહેતા હોવાથી લગાવ હોવાના કારણે શિફ્ટ નહોતા થઈ રહ્યા હોવાની પણ વાત સામે આવી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. A ડિવિઝન પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe

Latest stories