Saturday, Sep 13, 2025

પહેલા ‘પુષ્પા’ પછી ‘જેલર’, હવે ‘રંગા’, નાગાર્જુનની પહેલી જ ઝલક પડદા પર મચાવશે ધમાલ

2 Min Read
  • પુષ્પા અને જેલરની ધમાલ જોયા બાદ હવે સિનેમાઘરોમાં ‘રંગા’ દસ્તક આપવા જઈ રહી છે. સાઉથનાં સુપરસ્ટાર નાગાર્જુનની આ ફિલ્મની પહેલી ઝલક રિલીઝ થઈ ગઈ છે. જુઓ.

નાગાર્જુન અક્કિનેનીની નવી ફિલ્મનું એલાન તેમના જન્મદિવસે કરવામાં આવ્યું છે. લોકપ્રિય કોરિયોગ્રાફર વિજય બિન્ની કે જેમણે પ્રસિદ્ધ ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ પોતાના ડાયરેક્શનનાં કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યાં છે.

ટોલીવુડનાં પ્રોડક્શન હાઉસ શ્રીનિવાસ સિલ્વર સ્ક્રીનનાં નિર્માતા શ્રીનિવાસ ચિત્તૂરી મોટાપાયે આ ફિલ્મ બનાવશે. હાલમાં મેકર્સે ફિલ્મની એક ઝલક અને ફર્સ્ટ લુક પોસ્ટરનાં માધ્યમથી ફિલ્મનાં ટાઈટલની ઘોષણા કરી છે. ફિલ્મનું નામ છે ‘ના સામી રંગા’

‘ના સામી રંગા’ ૨૦૨૪માં રિલીઝ થશે :

પ્રસિદ્ધ સંગીતકાર એમ.એમ કીરાવની કે જેમણે નાગાર્જુન માટે અનેક ચાર્ટબસ્ટર આલ્બમ આપ્યાં છે અને RRRમાં પોતાના કામ માટે ઓસ્કર અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યાં છે. તે આ ફિલ્મમાં પણ પોતાનું મ્યૂઝિક આપશે. ફેમસ લેખક પ્રસન્ના કુમાર બેજવાડાએ ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ લખ્યાં છે. મેકર્સ વધુ એક ચોંકાવનારો અપડેટ લઈને આવ્યાં છે. ‘ના સામી રંગા’ ૨૦૨૪ ઉત્તરાયણનાં રિલીઝ થશે. સંક્રાંતિ એ ફિલ્મો રિલીઝની મોટી સીઝન માનવામાં આવે છે અને નાગાર્જુનની આ સૌથી પ્રિય સીઝન છે.

૧૦૦થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ :

૬૩ વર્ષીય અક્કિનેની નાગાર્જુને પોતાના પિતા અને તેલુગુ ફિલ્મ સ્ટાર અક્કિનેની નાગેશ્વર રામની જેમ જ ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. અત્યારસુધીમાં નાગાર્જુને લગભગ ૧૦૦ જેટલી હિન્દી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ૧૯૮૬માં આવેલી સાઉથ ફિલ્મ વિક્રમથી કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article