ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર અને રવિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ગુજરાતના 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે રાજકોટ, બોટાદ, આણંદ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પણ નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.
આજથી ચાર દિવસ ક્યા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
- 5 જુલાઈ 2025 – બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા
- 6 જુલાઈ 2025 – સાબરકાંઠા, સુરત અને અરવલ્લી
- 7 જુલાઈ 2025 – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હેવીલ
- 8 જુલાઈ 2025 – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી