નાણામંત્રીએ દેશના પૂર્વીય રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. આ યોજનામાં બિહાર માટે ઘણી ભેટ છે. અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગયામાં એક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં આવશે. સાંસ્કૃતિક કેન્દ્રોને આધુનિક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આ મોડલનું નામ હશે ‘વિકાસ ભી વિરાસત ભી’. આ ઉપરાંત રોડ કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે.
આ અંતર્ગત પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર ભાગલપુર એક્સપ્રેસ વે, બોધગયા-રાજગીર વૈશાલી દરભંગા એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવશે. આ સિવાય બક્સરમાં ગંગા નદી પર બે લેનનો પુલ પણ બનાવવામાં આવશે. આ માટે 26000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્ર સરકારે કાશીની તર્જ પર બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિર કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. 21400 કરોડના ખર્ચે પીરપેઈન્ટીમાં 2400 મેગાવોટની ક્ષમતા ધરાવતો પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે.
બિહારમાં નવું એરપોર્ટ અને મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવશે. બિહારને પણ મૂડી રોકાણ માટે મદદ આપવામાં આવશે. સરકારે આંધ્રપ્રદેશ માટે પણ મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં મૂડીની જરૂરિયાતને ઓળખીને કેન્દ્ર વિવિધ એજન્સીઓ દ્વારા રાજ્યને મદદ કરશે. આ નાણાકીય વર્ષમાં તેના માટે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટને પણ પૂર્ણ કરવા જઈ રહી છે. આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ હેઠળ, વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપ્પર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે. રાયલસીમા, પ્રકાશમ, નોર્થ કોસ્ટલ આંધ્ર માટે ફંડ આપવામાં આવશે.
આ પણ વાંચો :-