HomeInternationalઅફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા

Date:

Related stories

૧૫ દિવસની મહેનત અને ૫૦,૦૦૦ સિક્કાઓથી કેવી રીતે તૈયાર થઈ આ ગણેશજીની પ્રતિમા?

શું તમે ક્યારેય 50,000 અસલી સિક્કાઓથી બનેલી ભગવાન ગણેશજીની...

ગરબા રમવા પાર્ટનર પણ હવે ભાડે? સોશિયલ મીડિયાની આ ઓફર પાછળ શું છે મોટો ખેલ?

નવરાત્રીના પવિત્ર અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર...

સ્મૃતિ મંધાનાએ આટલા આંતરરાષ્ટ્રીય રન સાથે રચ્યો ઈતિહાસ!

એશિયન ગેમ્સ 2026ની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ટીમની...

સાંજે આટલા વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ધમાકો કરશે મેઘરાજ!

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, છતાં મેઘરાજાએ હજુ...

હવે મોંઘા રિચાર્જથી છુટકારો: TRAIના નવા નિયમથી મોબાઇલ યુઝર્સને થશે આ ફાયદો!

શું તમે પણ ડેટા ધરાવતા મોંઘા રિચાર્જ પ્લાનથી કંટાળી...
spot_img

બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં દિલ્હી-NCR ક્ષેત્ર સહિત ભારતના કેટલાંક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) એ આ માહિતી આપી હતી.

NCS અનુસાર, ભૂકંપ 75 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. 5.9ની તીવ્રતાનો ભૂકંપ ગંભીર નુકસાન પહોંચાડવા માટે પૂરતો મજબૂત માનવામાં આવે છે. ખાસ કરીને ભૂકંપના કેન્દ્રની નજીક. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલો સામે આવ્યા નથી.

ભૂકંપના આંચકા વહેલી સવારે 4:44 વાગ્યે અનુભવાયા હોવાની જાણકારી મળી રહી છે. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી ઊઠી ગયા હતા. ભારતમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના કેટલાંક ભાગોમાં હળવાથી મધ્યમ આફ્ટર શૉક અનુભવાયા હતા.

Subscribe

Latest stories