રાજ્યમાં તંત્રના પાપે અનેક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આ તરફ સુરતમાં પણ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ સુરતના પુણા રેશમા સર્કલ પાસે રોડ પર સ્પીડબ્રેકર તો છે પણ તેના પર સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માતની ઘટનાનો અવાર-નવાર બને છે. આ દરમિયાન ગઈકાલે જ એક યુવક બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો ત્યારે સ્પીડબ્રેકર ન દેખાતા બાઇક સ્લીપ થયું હતું. આ સિવાય અગાઉ પણ અહીં અનેકવાર અકસ્માત થયા હોઇ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં મનપાના પેટનું પાણી હલતું નથી.
અકસ્માતની ઘટનાનના દ્રશ્યો CCTVમાં સામે આવ્યા છે. રાત્રી દરમ્યાન બાઈક ચાલકો સ્પીડ બ્રેકરના કારણે પટકાઈ રહ્યાં છે. એક રીક્ષા પણ પલટી મારી ચુકી છે. બાઈક ચાલકો અવારનવાર પટકાઈ રહ્યાં છે. અવાર નવાર અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. જેથી તાત્કાલિક પટ્ટા મરાવવાની સાથે સાથે લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો :-