નશામાં ધૂત યુવકે જૂતા પહેરીને શિવલિંગ પર કર્યો બિયરનો અભિષેક, સ્થાનિક લોકોએ કાર્યવાહીને કરી માંગણી 

Share this story

Drunk youth anoints beer

  •  બજરંગ દળના કાર્યકરોના કહેવા પ્રમાણે જો આરોપીઓ સામે આકરા પગલા નહીં લેવામાં આવે તો તેઓ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કરશે.

ચંદીગઢ,

સોશિયલ મીડિયામાં (Social media) એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં 2 યુવકો નશાની (Intoxication) હાલતમાં શિવલિંગ સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બેકગ્રાઉન્ડમાં ‘ભોલે બાબા‘ વાગી રહ્યું છે અને નશામાં ધૂત 2 યુવકો હાથમાં બિયરના કેન (Cans of beer) સાથે કોઈ નદીના કિનારે શિવલિંગ પાસે બેઠેલા છે. તે બંને યુવાનોએ પગમાં જૂતા પણ પહેરેલા છે અને તેમાંથી એક યુવાન શિવલિંગ પર બિયર વડે અભિષેક કરવા લાગે છે. તે સમયે બાજુમાં બેઠેલો યુવાન બિયર પીતો દેખાય છે.

વીડિયો પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, તે બંને યુવાનો નશામાં ચૂર છે અને તેમના કોઈ મિત્રએ જ આ વીડિયો ઉતારીને તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. શિવલિંગ પર બિયરનો અભિષેક કરનારો યુવાન ત્યાર બાદ હસી રહ્યો હોય તેમ દેખાય છે.

આ ઘટના ચંદીગઢની હોવાનું કહેવાઈ રહ્યું છે અને વીડિયો વાયરલ થયા બાદ બજરંગ દળ તથા ભાજપના કાર્યકરોએ આ મામલે પોલીસ ફરિયાદ કરીને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરી છે.

જાણવા મળ્યા મુજબ આરોપીનું નામ નરેશ ઉર્ફે કાલિયા છે અને તે ઈન્દિરા કોલોનીનો રહેવાસી છે. બજરંગ દળના કાર્યકરોના કહેવા પ્રમાણે જો આરોપીઓ સામે આકરા પગલા નહીં લેવામાં આવે તો તેઓ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કરશે.

આ પણ વાંચો –