Wednesday, Oct 29, 2025

ગુજરાતભરના પોલીસકર્મીઓને DGPની કડક સૂચના કહ્યું ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવો અને…

2 Min Read
  • પોલીસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે કારમાં રહેલી બ્લેક ફિલ્મને પણ તાકીદે દૂર કરવી તેમજ પોલીસ લાઈન, પોલીસ મથક અને પોલીસ કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સૂચના આપી છે.

રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચન અપાયું છે. ટુ વ્હીલરમાં ત્રણ સવારી ન જવું જઈએ તેમજ કારમાં સીટ બેલ્ટ પહેરવા સહિતના નિયમોનું પાલન કરાવવા DGPએ અધિકારીઓને કડક સૂચના આપી છે.

DGPએ સૂચના આપી :

પોલીસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે કારમાં રહેલી બ્લેક ફિલ્મને પણ તાકીદે દૂર કરવી તેમજ પોલીસ લાઈન, પોલીસ મથક અને પોલીસ કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સૂચના આપી છે.

પરિપત્રમાં શુ જણાવ્યું ?

  • ટ્રાફિકના કર્મચારીઓએ ટ્રાફિકની ફરજ દરમિયાન લાઈટ બેટન તથા બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાના રહેશે.
  • પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં હોય ત્યારે યુનિફોર્મની ગરિમા જળવાઈ તે રીતે ફરજ બજાવવી જોઈએ. જ્યારે યુનિફોર્મમાં ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે હંમેશાં સીટ બેલ્ટ લગાવવો જોઇએ
  • પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર જતા હોય ત્યારે ટુ-વ્હીલ૨ ઉપ૨ ત્રણ સવારીમાં નહીં જવા સૂચના.
  • યુનિફોર્મમાં ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે હંમેશાં સીટ બેલ્ટ લગાવવો જોઇએ, ટુ-વ્હીલર લઈને જતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને જ ડ્રાઈવિંગ કરવા સૂચના અપાઈ છે
  • ટૂ-વ્હીલ૨ અને ફોર-વ્હીલરમાં P, Police, કે રાષ્ટ્રીય ચિહ્ન લોગોવાળી નેઈમ પ્લેટો લગાવેલી હોય છે. જે ન હોવી જોઈએ.

આ પણ વાંચો :-

Share This Article