Friday, Nov 7, 2025

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘તેજ’ ખૂબ ખતરનાક, વાવાઝોડા તેજને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું ગૂજરાતમાં હાઈ એલર્ટ

3 Min Read

ગત જૂન મહિનામાં ગુજરાતની પ્રજાએ વાવાઝોડા બિપરજોયથી થયેલા વિનાશનો કડવો અનુભવ કર્યો હતો. બિપરજોય વાવાઝોડું અગાઉ ગુજરાતના કાંઠે અથડાવવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેની પૂર્વ નિર્ધારિત દિશાથી ભટકીને તે રાજ્યના માંડવીના દરિયા કિનારે અથડાયું હતું. હવે માત્ર ચાર મહિનાના સમયગાળામાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા ‘તેજ’નો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના પગલે રાજ્યના દરિયકાંઠે ભયસૂચક સિગ્નલ  લગાવી દેવાયા છે.

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘તેજ’ ખૂબ ખતરનાક બની શકે છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આગામી ૨૫ કલાક દરમિયાન ચક્રાવાતી તોફાન ‘તેજ’ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે તેને VSCS એટલે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન તરીકે વર્ણવ્યું છે. હવામાન વિભાગે અગાઉ જ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન તેજ ૨૧ ઓક્ટોબરે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સોકોત્રા (યમન)થી ૩૩૦ કિમી પૂર્વમાં, સલાલાહ (ઓમાન)થી ૬૯૦ કિમી દક્ષિણપૂર્વમાં અને અલ ગૈદાહ (યમન)ના ૭૨૦ કિમી દૂર પર કેન્દ્રીત હતું. હવે આ તોફાન ૨૨ ઓક્ટોબરે બપોર પછી ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને તેની ગતિમાં વધારો થાય તેવી શક્યતા છે

ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવારે કહ્યું કે ચક્રવાતી તોફાન ‘તેજ’ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રની ઉપર સતત આગળ વધી રહ્યું છે. છેલ્લા ૬ કલાકમાં તોફાન ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધ્યું છે. ૨૧ ઓક્ટોબરે સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં “તેજ” સોકોત્રા યમનથી લગભગ ૪૪૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, સલાલાહ, ઓમાનથી  ૮૦૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને અલ ગૈદાહ, યમનથી ૮૩૦ કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતું.

IMDએ આગાહી કરી છે કે, ચક્રવાતી તોફાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતું રહેશે અને તે આગામી ૧૨ કલાકમાં “ખૂબ જ ભયાનક ચક્રવાતી તોફાન”માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. ત્યાર બાદ તેના દિશા બદલવાની અને ૨૪ ઓક્ટોબરની સવાર સુધી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, ત્યારબાદ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આ વાવાઝોડું ૨૫ ઓક્ટોબરની સવારે અલ ગૈદાહ, યમન અને સલાલાહ, ઓમાન વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે માછીમારોને ૨૫ ઓક્ટોબર સુધી દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. તેવી જ રીતે પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

ઈન્દ્રમણિ પાંડે BIMSTECના આગામી મહાસચિવ બન્યા, પ્રથમ વખત કોઈ ભારતીયને મળી જવાબદારી 

ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

Share This Article