આગામી ૪૮ કલાકમાં બંગાળની ખાડી સાથે ટકરાશે ‘માઈચૌંગ’ વાવાઝોડું, જાણો IMDએ શું કહ્યું?

Share this story

બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી તરફ વાવાઝોડું માઈચૌંગ આવી રહ્યું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આજે આ અંગે અલર્ટ જાહેર કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જે વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરશે. હવામાન વિભાગે જણાવ્યું કે, જે પ્રમાણે હવામાનની સ્થિતિ બની છે તે પ્રમાણે તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધવાની આશા છે.

નિકોબાર ટાપુઓના મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ૨૯ નવેમ્બરથી લઈને ૧ ડિસેમ્બરની વચ્ચે નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આંદામાન ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૩૦મી નવેમ્બરે પણ ભારે વરસાદ જોવા પડી શકે છે.

IMDએ જણાવ્યું કે, ૨૫-૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે જે ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનું પણ અનુમાન છે. આ પવનો ૨૯ નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા છે. ૩૦ નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકથી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ૧ ડિસેમ્બર સુધીમાં આ પવનની ઝડપ ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધીને ૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન છે. ૨ ડિસેમ્બરે આ પવન ૬૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૮૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો :-