CPI-M નેતા અને પૂર્વ સાંસદ સીતારામ યેચુરીનું નિધન

Share this story

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે દિલ્હી ખાતે નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા છે. સામે આવેલી વિગતો અનુસાર સીતારામ યેચુરીને દિલ્હીના એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

CPI-M નેતા અને પૂર્વ સાંસદ સીતારામ યેચુરીનું નિધન | CPI-M Neta ane Purva  sansad Sitaram yechury nu nidhan

સીતારામ યેચુરી ભારતીય રાજકારણનો જાણીતો ચહેરો હતા. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે. રાજ્યસભાના સાંસદ હતા ત્યારે યેચુરીને 2016માં શ્રેષ્ઠ સંસદસભ્યનો એવોર્ડ મળ્યો હતો. સીતારામ યેચુરી તમિલ બ્રાહ્મણ પરિવારના છે. તેઓ લાંબા સમયથી પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા, જે એક રીતે પાર્ટી અનુસાર પાર્ટીના વડાનું પદ છે. સીતારામ યેચુરી 19 એપ્રિલ 2015ના રોજ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.

સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ 1952ના રોજ ચેન્નાઈમાં થયો હતો. 1969માં તેલંગાણામાં આંદોલન બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. ડીયુની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યા પછી તેમણે જેએનયુમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યું અને પછી પીએચડીમાં પ્રવેશ મેળવ્યો. અહીં 1974માં તેઓ સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયામાં જોડાયા અને વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી. જો કે, 1977માં કટોકટી દરમિયાન ધરપકડ થયા બાદ તેઓ JNUમાંથી પીએચડી પૂર્ણ કરી શક્યા ન હતા. JNUને ડાબેરીવાદનો ગઢ બનાવવામાં સીતારામ યેચુરીનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે.

સીતારામ યેચુરીએ 1974માં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં જોડાઈને વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. જેના થોડા દિવસો બાદ તેઓ CPI(M)ના સભ્ય બન્યા હચા. ઈમરજન્સી દરમિયાન સીતારામ યેચુરીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીતારામ યેચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, સીતારામ યેચુરી જી એક મિત્ર હતા. તેઓ ભારત વિશે ઊંડી સમજ ધરાવતા હતા અને ભારતની વિચારધારાના રક્ષક હતા. હું તેની સાથે લાંબી વાતચીતને મીસ કરીશ. તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના છે.

આ પણ વાંચો :-