કાનપુરના ફર્રુખાબાદમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ અને અકસ્માત ટળી ગયા બાદ રવિવારે વધુ એક ટ્રેનને પલટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારે મોડી સાંજે ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ અનવરગંજ-કાસગંજ રેલવે લાઇન પર બરાજપુર અને બિલ્હૌર વચ્ચે ટ્રેક પર રાખેલા LPG ગેસ સિલિન્ડર સાથે અથડાઈ હતી. જોરદાર ધડાકો સાંભળ્યા બાદ, લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ગાર્ડને જાણ કરી.
હાલ કોઈ નુકસાનની માહિતી મળી નથી. ઘટનાસ્થળ પરથી પેટ્રોલ ભરેલી બોટલ, માચીસ અને એક શંકાસ્પદ થેલી મળી આવી હતી. તેમાં ગનપાઉડર અને માચીસ રાખવામાં આવી હતી. ઘટના બાદ ટ્રેન લગભગ 25 મિનિટ સુધી ત્યાં ઉભી રહી હતી. આ પછી ટ્રેનને આગળ લઈ જવામાં આવી હતી અને બિલ્હૌર સ્ટેશન પર પણ રોકાઈ હતી. પોલીસે બ્લાસ્ટ હોવાની વાતને નકારી કાઢી છે. RPF કન્નૌજના ઇન્સ્પેક્ટર ઓપી મીનાએ જણાવ્યું કે, કેમેરા ફૂટેજના આધારે બે લોકોની અટકાયત કરવામાં આવી છે.
કાનપુરથી રવિવારે સાંજે નીકળેલી કાલિંદી એક્સપ્રેસ બરાજપુર સ્ટેશનથી માત્ર અઢી કિલોમીટર આગળ નીકળી હતી જ્યારે રાત્રે 8:25 વાગ્યે મુંધેરી ક્રોસિંગ ક્રોસ કર્યા પછી, બિલ્હૌર સ્ટેશનના પાંચ કિલોમીટર પહેલાં પાટા પર રખાયેલ LPG સિલિન્ડર ટ્રેન સાથે અથડાયું હતું. જોરદાર ધડાકો સાંભળ્યા પછી, લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ગાર્ડને જાણ કરી. આ પછી મુંધેરી ક્રોસિંગના ગેટમેનને પણ જાણ કરવામાં આવી હતી.
પોલીસે આ મામલે વિસ્ફોટ થયાની વાત નકારી કાઢી હતી. આરપીએફ ઈન્સપેક્ટર ઓ.પી.મીણાએ જણાવ્યું કે કેમેરાના ફૂટેજના આધારે બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતાં જ રેલવેના સ્ટાફ અને અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ત્યાં ઝાડીઓ વચ્ચેથી ટ્રેન સાથે ભટકાયેલું એલપીજી સિલિન્ડર મળી આવ્યું હતું.
RPF કન્નૌજના ઇન્સ્પેક્ટર ઓપી મીણાએ જણાવ્યું કે, રેલવે ટ્રેક પાસે LPG સિલિન્ડર, માચીસ અને કેટલીક અન્ય સંવેદનશીલ વસ્તુઓ મળી આવી હતી. સિલિન્ડર પાટા પર હતો અને સ્પીડમાં આવતી ટ્રેનને ટક્કર માર્યા બાદ વિસ્ફોટ થતાં જ લોકો પાયલટે તેને રોકી હતી. ષડયંત્રની આશંકાના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-