જાન્યુઆરી મહિનો ધીમે ધીમે આગળ વધતો જાય છે. ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર યથાવત રાખ્યું છે. ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. શિયાળો પોતાના અસલી સ્વરૂપમાં આવી છે. ગુજરાતમાં શીત લહેર ચાલી રહી છે જેના પગલે કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતમાં 12-13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 4 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું.
હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં બે દિવસ બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જેના કારણે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન હશે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી જ નોંધાયુ હતું.
ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થવાથી તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટ પર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા બર્ફીલા પવનના કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સિવાય અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.
સમગ્ર ગુજરાતમાં અત્યારે શીત લહેર ચાલી રહી છે જેના પગલે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં 24 કલાકમાં 4 ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડતા કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 17.2 ડિગ્રી, સુરતમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો :-