Friday, Oct 24, 2025

ઉત્તરપ્રદેશના ભાજપ અધ્યક્ષનું કાર-ટ્રક અકસ્માત, કારમાં આગ લાગતા સરિતા સિંહનું સળગી જતા મોત

2 Min Read

ઉત્તરપ્રદેશના ભાજપ નેતા સરિતા સિંહનું કાર-ટ્રક અકસ્માત સળગી જતા મોત નિપજ્યું છે. અમરોહાના નૌગાંવા સાદાત વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરિતા સિંહ કારમાં એકલા હતા અને તેઓ નૂરપુરથી મુરાદાબાદ તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઝડપી ગતિએ આવી રહેલા ટ્રકે તેમની કારને ધડાકાભેર ટક્કર મારતા કારમાં આગ લાગી અને તેઓ કારમાં જીવતા સળગી જવાની દુઃખદ ઘટના બની છે.

સરિતા સિંહ અમરોહા જનપદના નૌગાવા સાદાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુમખીયા ચોકી પાસે બિઝનૌર જિલ્લાના ચંદ્રનગર મંડળના BJP અધ્યક્ષ હતા. તેઓ સોમવારે મોડી રાત્રે નૂરપુરથી મુરાદાબાદ એકલા તેમના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન કુમખીયા પોલીસ સ્ટેશન પાસે સામેથી ધસમસતા આવી રહેલા ટ્રકે સરિતા સિંહની કારને ધડાકાભેર ટક્કર મારતા તેમની કારમાં આગ લાગી હતી. સરિતા સિંહ કારમાં જ ફસાઈ જતા તેમનું સળગી જતા મોત નિપજ્યું છે.

પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સરિતા સિંહને હોસ્પિટલ લઈ ગયા. જોકે ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે તેમના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધો છે. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે અને ટ્રક ચાલક વિરુદ્ધ FIR નોંધી છે.

આ પણ વાંચો :-

Share This Article