Car Care Tips
- Car Care Tips : ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે તેઓ ઉતાવળમાં પેટ્રોલ એન્જિનમાં ડીઝલ અને ડીઝલ એન્જિનમાં પેટ્રોલ પૂરાઈ જાય છે. જો આવી સ્થિતિ ક્યારેય થાય છે તો તે તમારા એન્જિન પર ખરાબ અસર કરી શકે છે.
કાર ખરીદતી વખતે ગ્રાહકો ઘણી બાબતોનું ધ્યાન રાખે છે. ઉદાહરણ તરીકે- વાહનમાં કયું એન્જીન (Engine) આપવામાં આવ્યું છે અને વાહનની (Vehicle) વિશિષ્ટતાઓ શું છે. પરંતુ ઘણી વખત કાર ખરીદ્યા બાદ તેઓ કારની સંભાળ રાખવામાં અસમર્થ હોય છે. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે ઉતાવળમાં પેટ્રોલ (Petrol) એન્જિનમાં ડીઝલ અને ડીઝલ એન્જિનમાં (Diesel Engine) પેટ્રોલ નાખે છે.
જો આવી સ્થિતિ ક્યારેય થાય છે તો તે તમારા એન્જિન પર ખરાબ અસર કરી શકે છે. આવું કરવું ગ્રાહકોને ઘણું મોંઘુ પડી શકે છે અને તમારા વાહનનું એન્જિન ફેલ થવાની પણ શક્યતા છે.
કાર ટ્રાન્સમિશન એન્જિન સાથે જોડાય છે :
તમને જણાવી દઈએ કે વાહનના એન્જિન અને સ્પેરપાર્ટ્સ તેના ઈંધણના પ્રકાર અનુસાર બનાવવામાં આવે છે. એટલું જ નહીં કારનું સમગ્ર ટ્રાન્સમિશન પણ એન્જિન સાથે જોડાયેલું છે. હવે જો આવી સ્થિતિમાં તમારી સાથે આવું થાય છે, તો અહીં જાણો તેનાથી બચવા અને એન્જિન બગડે નહીં તે માટે શું કરવું જોઈએ.
ખોટું ઈંધણ નાખવા પર કરો આ કામ :
- જો ઇંધણની ટાંકી પેટ્રોલની હોય અને તમે ડીઝલ નાખ્યું હોય અથવા તેનાથી ઊલટું નાખ્યું હોય તો પહેલા વાહનની સ્વીચ ઓફ કરો.
- વાહનને બેટરી મોડમાં ન રાખો. આમ કરવાથી ઇંધણ પંપ ચાલુ રહે છે અને તમારા એન્જિનમાં ઇંધણ મોકલી શકે છેકારને મિકેનિક પાસે લઈ જાવ, પણ કાર ટોઈંગ કરીને મિકેનિક પાસે લઈ જાઓ
- મિકેનિક ઇંધણ લાઇનને ડિસ્કનેક્ટ કરશે અને તેને સંપૂર્ણપણે ડ્રેઇન કરશે.
- આ સિવાય ઈંધણ નાખતી વખતે ધ્યાન રાખો. પેટ્રોલ પંપ પર સ્પષ્ટપણે જણાવો કે તમારું વાહન પેટ્રોલ છે કે ડીઝલ એન્જિન.
જો ઈંધણ ખોટી રીતે નાખવામાં આવે તો મોટું નુકસાન થઈ શકે છે.
ખોટું ઈંધણ ભરવાથી વાહનને ભારે નુકસાન થઈ શકે છે. જો પેટ્રોલ કારમાં ડીઝલ નાખીને વાહન ચાલુ કરવામાં આવે તો ઇન્જેક્ટર, સ્પાર્ક પ્લગ, ફિલ્ટર સહિત એન્જિન સીઝ થવાનું જોખમ રહેલું છે. આ કિસ્સામાં સેન્સર પણ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. પરંતુ ડીઝલ કારમાં પેટ્રોલ પૂરાય તો પણ તેનાથી બચી શકાય છે. જો કે, સેન્સર અને ઇન્જેક્ટર સિવાય ડીઝલ ફિલ્ટરને નુકસાન થવાની સંભાવના છે.
આ પણ વાંચો :-