Thursday, Oct 30, 2025

આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૬ લોકોના મોત

2 Min Read

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર બુધવારની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે છ લોકો જીવતા સળગી ગયા હતા. આ માર્ગ અકસ્માતમાં ૩૨ લોકો ઘાયલ થયા છે, જેમની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ લાગી હતી. અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા. હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર ચિલાકાલુરીપેટ મંડલ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી.

મૃતકોમાં ૩૫ વર્ષીય બસ ડ્રાઈવર અંજી, ૬૫ વર્ષીય ઉપપાગુંદુર કાશી, ૫૫ વર્ષીય ઉપાગુંદુર લક્ષ્મી અને મુપ્પરાજુ ખ્યાતી સાસરી નામની ૮ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. બાકીના બે લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. આ અકસ્માતમાં ૩૨ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ચિલાકાલુરીપેટ નગરની સરકારી હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી તેને સારી સારવાર માટે ગુંટુર ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ઘટના અંગે માહિતી મળી છે.

આ પણ વાંચો :-

Share This Article