Friday, Oct 24, 2025

રામ મંદિર, CM યોગી અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની માહિતી મળી છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. ISI સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈ-મેલ દ્વારા આપી છે. આ ઇ-મેલમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના વડા અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ધમકી આપવામાં આવી છે. આ ઇ-મેલ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવ્યો હતો. આ મામલે લખનઊના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ-૧૧૨માં તૈનાત ઈન્સ્પેક્ટર સહેન્દ્ર કુમારે ધમકીભર્યા ઈ-મેઈલની એફઆઈઆઈ નોંધી છે. તેમાં જણાવાયું છે કે, દેવેન્દ્ર તિવારીએ યુપી-૧૧૨ને એક્સ (ટ્વિટર) પર ફરિયાદ ટેગ કરી હતી. તેમાં જણાવાયું છે કે, તેમને ISISના જુબેર ખાને તેમને ૨૭ ડિસેમ્બરે સાંજે ૭.૩૭ કલાકે ઈ-મેઈલ મોકલ્યો હતો. ઈ-મેઈલમાં કહેવાયું છે કે, સીએમ યોગી, એટીએફ ચીફ અમિતા યશે જીવવાનું હરામ કરી દીધું છે. તમે (દેવેન્દ્ર તિવારી) પણ મોટા ગૌ સેવક બન્યા છો, તેથી તમામને મોટા બોમ્બથી ઉડાવી દેવાશે. અયોધ્યાના શ્રીરામ મંદિરને પણ ઉડાવીશું, આઈએસઆઈ આની જવાબદારી લઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article