Wednesday, Mar 19, 2025

કોલકાતામાં બોમ્બ બ્લાસ્ટ, ઉઠાવવાં જતા બેગમાં થયો જોરદાર વિસ્ફોટ, મહિલા ઘાયલ

1 Min Read

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બોમ્બ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને NRS મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બ્લોચમેન સેન્ટ અને એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ ત્યારે થયો હતો. બોમ્બ સાથે પ્લાસ્ટિકની થેલી રાખવામાં આવી હતી.

આ બ્લાસ્ટમાં એક મહિલા ઘાયલ થઈ છે. કોલકાતા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ બ્લાસ્ટની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. અહેવાલ મુજબ, શનિવારે લગભગ પોણા બે (01.45) વાગ્યે, તાલતાલા પોલીસ સ્ટેશનને એક શંકાસ્પદ બેગ વિશે માહિતી મળી હતી. જ્યારે બેગની તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે તે વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો :-

Share This Article