Monday, Dec 8, 2025

આ ઝરણામાં પાણીની જગ્યાએ નીકળી રહ્યું છે લોહી, બરફનો કલર પણ લાલ, વૈજ્ઞાનિકોએ શોધ્યું રહસ્ય

2 Min Read

Blood is coming out instead of water

  • આ જગ્યા દુનિયાના સૌથી ઠંડી જગ્યા એટલે કે એન્ટાર્કટિકામાં આવેલ છે. લોહીના ઝરણાં સુધી પહોચવા માટે માત્ર હેલિકોટર જ માત્ર એક રસ્તો હતો.

વિશ્વમાં અનેક પ્રકારની અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળતી હોય છે. અમુક ઘટના તો એવી હોય છે કે જેમા આપણે આશ્ચર્ચ પામી જઈએ છીએ. વિશ્વમાં અનેક વિશેષતા  રહેલી હોય છે કોઈ જગ્યા પર સ્વર્ગનો દરવાજો તો ક્યાક પાતાળમાં જવાનો રસ્તો જોવા મળે છે. આજે તમને એવી જ એવી એક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે દુનિયાના સૌથી ઠંડી જગ્યા એટલે કે એન્ટાર્કટિકામાં (Antarctica) આવેલી છે. અહી સફેદની જગ્યા પર લાલ પાણીનું ઝરણું જોવા મળે છે જેમા પાણીની જગ્યા પર લોહી નિકળે છે.

તાજેતરમાં જ સાલો યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેયરબેક્સ દ્વારા આ રહસ્યને બહાર લાવવામાં આવ્યુ છે. શોધ અનુસાર લાલ ગ્લેશિયર અથવા બરફ આજથી નહી. પરંતુ છેલ્લા 15 લાખ વર્ષોથી આ મૌજુદ છે અને આ સતત ભારે ઓક્સિજનના કારણે જોવા મળે છે. ખરેખર આ ઘાટીમાં નમકના કારણે પાણી ખારુ છે જેમા આયરનની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ એક બંધ તળાવ છે જેમા ગરમી અથવા ઓક્સીજન પુરતા પ્રમાણમાં પહોચી શકતુ નથી. તેના કારણે તેની માત્રા ઘણી ઓછી છે.

આ કારણથી પાણીનો રંગ લાલ થઈ જાય છે :

જ્યારે પાણીનો ફ્લો હવાના ઓક્સીજનના સંપર્કમાં આવે છે ત્યારે તેમા રહેલા આયરનમાં કાટ લાગવાથી તેનો રંગ લાલ થઈ જાય છે. અને આ વિસ્તારમાં લોકો રહેતા નથી કારણ કે અહી વાતાવરણ ખૂબ ઠંઠુ છે. લોહીના ઝરણાં સુધી પહોચવા માટે માત્ર હેલિકોપ્ટર જ માત્ર એક રસ્તો છે. જે અમેરિકામાં મેકમડો સ્ટેશનથી મળી શકે અથવા ન્યુજીલેન્ડના સ્કોટ બેસથી મળી શકે છે. સંશોધનકર્તાએ જોયુ કે આ પાણીમાં કેટલાય જીવાણું જીવે છે. જે પેલા આયર્ન અને સલ્ફેટની મદદથી ખીલે છે.

આ પણ વાંચો :-

Share This Article