HomeSurat Cityમિથેનોલયુક્ત દારૂનો ભયાનક અંજામ! ભાવનગર બાદ સુરતમાં યુવક બ્રેઇન ડેડ

મિથેનોલયુક્ત દારૂનો ભયાનક અંજામ! ભાવનગર બાદ સુરતમાં યુવક બ્રેઇન ડેડ

Date:

Related stories

LPG સિલિન્ડર બચાવવો છે તો આજે જ બદલો રસોઈની આ આદતો!

મોંઘવારીના આ સમયમાં ઘરનું બજેટ જાળવવું એ દરેક પરિવાર...
spot_img

ભાવનગરમાં ઝેરી દારૂએ સર્જેલા તાંડવની અસર હવે સુરત સુધી પહોંચી હોવાના અહેવાલથી ચકચાર મચી છે. ભાવનગરમાં દારૂ પીધા બાદ સુરત આવેલા સંજયસિંહ ડોડિયાની તબિયત અચાનક અત્યંત ગંભીર બની હતી. પરિવારના જણાવ્યા મુજબ, સુરત પહોંચ્યા બાદ તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને થોડા જ સમયમાં હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ કથળી જતાં સુરતની INS હોસ્પિટલમાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી પ્રમાણે સંજયસિંહે 16 ઑગસ્ટની રાત્રે ભાવનગરમાં દારૂ પીધો હતો અને 17 ઑગસ્ટે સવારે સુરત પહોંચ્યા હતા. અહીં તેમની તબિયત લથડતાં પહેલાં વરાછાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન હાર્ટ એટેક આવતા તબીબોએ CPR આપી હૃદયની ધડકન પુનઃસ્થાપિત કરી હતી. ત્યારબાદ તેઓ સતત બેભાન રહ્યા હતા.

તબીબી તપાસમાં મિથેનોલની ઝેરી અસર સામે આવ્યાના અહેવાલ છે. ભાવનગર કેસમાં ફોરેન્સિક તપાસ દરમિયાન જપ્ત કરાયેલા નકલી દારૂના નમૂનામાં 38.59 ટકા મિથેનોલ મળ્યાનું અહેવાલોમાં જણાવાયું છે. મિથેનોલ શરીરમાં ફોર્મિક એસિડ જેવી ઝેરી અસર પેદા કરી આંખો, મગજ અને અન્ય મહત્વના અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

દરમિયાન ભાવનગર લઠ્ઠાકાંડમાં 21 આરોપીઓ સામે FIR નોંધાઈ છે અને 13 આરોપીઓની ધરપકડ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વરતેજ પોલીસ સ્ટેશનના PI સહિત પોલીસકર્મીઓ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી થઈ છે.

મૃત્યુઆંક અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી કુલ 46 લોકો અસરગ્રસ્ત થયા હતા. તેમાંથી 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 37 અસરગ્રસ્તોની હાલ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

Subscribe

Latest stories