ભારતીય રેલવે કૈટગરિંગ અને ટુરિજમ કોર્પોરેશન (IRCTC) ની વેબસાઈટ અને મોબાઈલ એપ ગુરુવારે સવારે અચાનક ઠપ થઈ ગઈ હતી. ઘણા મુસાફરો આ વેબસાઈટ એક્સેસ કરી શકતા નથી. જેમાં લખવામાં આવ્યું છે કે મેઈન્ટેનન્સના કારણે વેબસાઈટ બંધ છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ 11 વાગ્યે શરૂ થાય છે, તેથી થોડીવાર પહેલા વેબસાઇટનું શું થયું કે વેબસાઇટને ડાઉન થવાની જરૂર પડી. જોકે વેબસાઈટ થોડા સમય બાદ શરૂ થઈ ગઈ છે, પરંતુ લોગઈન કરવામાં સમસ્યા છે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વેબસાઈટ પર સમસ્યા શા માટે આવી? આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. વેબસાઇટ સવારે 10.20 વાગ્યાની આસપાસ અનુપલબ્ધ બની હતી અને પછી 10 વાગીને 40 મિનિટની આસપાસ લાઇવ થઈ ગઈ હતી પરંતુ આ પછી પણ લોગ ઇન કરવામાં સમસ્યા હતી.
ઘણા લોકોએ IRCTCના નામનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જૂનું નામ ટ્વિટર) પર પોસ્ટ કરી છે અને આ આઉટેજ વિશે માહિતી આપી છે. ઘણા લોકોએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના સત્તાવાર એક્સ એકાઉન્ટને ટેગ કરતી પોસ્ટ્સ લખી છે. IRCTC સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
IRCTC ની સર્વિસ ડાઉન થઈ છે. ટિકિટ બુકિંગ ન થતાં મુસાફરો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. IRCTCએ તેની વેબસાઈટ પર કહ્યું છે કે આ સમસ્યા મેઈન્ટેનન્સ એક્ટિવિટીને કારણે થઈ છે. જો કે, આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે હજુ સ્પષ્ટ નથી.
આ સાથે IRCTC એ એવા વપરાશકર્તાઓ માટે કેટલાક નંબર અને ઈમેલ આઈડી જારી કર્યા છે જેઓ તેમની ટિકિટ કેન્સલ કરવા માગે છે. ટિકિટ કેન્સલેશન/TDR ફાઇલ કરવા માટે કસ્ટમર કેર નંબર 14646,08044647999 અને 08035734999 અને ઈમેઈલ etickets@irctc.co.in જારી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-