Sunday, Sep 14, 2025

તમારા ખાતામાં કોઈ રૂપિયા જમા કરાવે તો પણ થઈ જશો સાવધાન

2 Min Read

Be careful even if someone

  • Financial fraud : સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ સાયબર માફિયા છેતરપિંડી માટે એક નવો જ કિમિયો અપનાવી રહ્યા છે.

જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા ખાતામાં પૈસા જમા (Deposit Money) કરાવ્યાં બાદ પરત માગે તો તમે સાવધાન થઈ જજો. જમા થયેલા પૈસા તમે પાછા મોકલશો તો તમારું ખાતું પણ ખાલી થઈ શકે છે. સાયબર માફિયાઓ (Cyber Mafia) બેંક KYC અને PAN કૌભાંડો બાદ હવે છેતરપિંડી માટે ઓનલાઈન નવો જ રસ્તો અપનાવ્ય છે.

જેમાં કૌભાંડીઓ Google Pay અને PhonePe ગેટવેનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં પહેલાં તો રૂપિયા જમા કરાવે છે. રૂપિયા જમા કરાવ્યા બાદ તે પરત માગે છે. પરંતુ તમે રૂપિયા પરત મોકલવાની ભૂલ ના કરતા. નહીં તો તમે માલવેર એટેકનો શિકાર બની શકો છો.

શું કહેવું છે સાયબર એક્સપર્ટનું ?

દિલ્લીના સાયબર ક્રાઈમ એક્સપર્ટનું કહેવું છે કે જો તમે કૌભાંડીઓના કહેવાથી રૂપિયા જમા કરવા જશો તો તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે. જે બાદ કૌભાંડીઓ તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે.

Google Pay, PhonePeમાં કેવી રીતે કરે છે છેતરપિંડી ?

લોકોના રૂપિયા ચાઉં કરવા માટે કૌભાંડીઓ પહેલા Google Pay અને PhonePe વાપરતા લોકોના ખાતામાં રૂપિયા જમા કરે છે. જેનાથી તેઓ સામેવાળી વ્યક્તિના ખાતાની સંપૂર્ણ વિગતો મેળવે છે જેમાં બેંકિંગ ડેટા, અન્ય KYC દસ્તાવેજો, PAN, આધાર વગેરેની માહિતી મેળવી લે છે. આ  માહિતી મળતાની સાથે તેઓ કોઈનો પણ એકાન્ટ હેક કરીને છેતરપિંડી આચરે છે.

આ પણ વાંચો :-

 

Share This Article