Wednesday, Oct 29, 2025

Asia Cup ૨૦૨૩ : ભારતની જીત બાદ સ્ટેડિયમમાં થઈ મારામારી, શ્રીલંકાના ફેન્સનો ભારતીય ફેન્સ પર હુમલો

2 Min Read
  • એશિયા કપ ૨૦૨૩માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય.

એશિયા કપ ૨૦૨૩માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય. પરંતુ આ બધું હોવા છતાં તેણે ચારે બાજુથી પોતાના વિરોધીઓને હરાવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ છેલ્લા ૩ દિવસમાં પાકિસ્તાન અને પછી શ્રીલંકાને સુપર ૪માં હરાવ્યું છે. શ્રીલંકા સામે ૪૧ રનની જીત સાથે ભારત રેકોર્ડ ૧૧મી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું છે. શ્રીલંકાને રોમાંચક મેચમાં હરાવ્યા બાદ ભારતીય ચાહકો ઉત્સાહિત હતા. પરંતુ પછી ગાઉન્ડ પર કંઈક એવું જોવા મળ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. મેચ બાદ ભારત અને શ્રીલંકાના ચાહકો મેદાન પર બાખડ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમોના ચાહકો સ્ટેન્ડમાં એકબીજા સાથે ઝઘડ્યા હતા. પહેલા તો ફેન્સમાં થોડી બોલાચાલી થઈ. ત્યારબાદ શ્રીલંકાનો એક પ્રશંસક દોડીને આવે છે અને ભારતીય પ્રશંસક પર હુમલો કરે છે.

આ પછી તમામ ભારતીય પ્રશંસકોએ શ્રીલંકાના પ્રશંસકને પકડી લીધો અને તેને ખરાબ રીતે માર્યો. જો કે આ પછી કેટલાક અન્ય લોકો તેમની લડાઈમાં હસ્તક્ષેપ કરે છે અને તેમને અલગ કરે છે. ઝઘડો કયા કારણોસર થયો તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સુપર-૪ રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ૨૨૮ રને હરાવ્યું હતું. આ પછી શ્રીલંકાને હરાવીને તે ફાઈનલમાં પહોંચી. હવે ટીમ ઈન્ડિયાની વધુ એક લીગ મેચ બાકી છે અને તેણે શુક્રવારે બાંગ્લાદેશનો સામનો કરવાનો છે. રવિવારે ફાઈનલ મેચ રમાશે.

આ પણ વાંચો :-

Share This Article