Thursday, Oct 23, 2025

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા

2 Min Read

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ કોંગ્રેસને ઝટકો આપતા ભાજપમાં જોડાઈ ગયા છે. અશોક ચૌહાણ મંગળવારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દેવેન્દ્ર ફડણવીસે અશોક ચૌહાણને ભાજપનું પ્રાથમિક સભ્યપદ આપ્યું છે. એક દિવસ પહેલા એટલે કે સોમવારે અશોકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. માનવામાં આવે છે કે, ભાજપ અશોક ચૌહાણને રાજ્યસભામાં મોકલશે. અશોક ચૌહાણે સોમવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

અશોક ચવ્હાણે ચંદ્રશેખર બાવન કુલેને બીજેપી મહારાષ્ટ્રના અધ્યક્ષ કહેવાને બદલે તેમને મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ કહ્યા, જ્યારે તેમણે આ કહ્યું તો પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ નેતાઓ અને પત્રકારો હસવા લાગ્યા. આના પર અશોક ચવ્હાણે કહ્યું કે, મને માફ કરી દો, મારા ભાજપ કાર્યાલયમાં આ પહેલી પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. અશોક ચવ્હાણે કહ્યું કે વિરોધ પક્ષમાં હોવા છતાં ભાજપના નેતાઓએ મારા પર પ્રેમ વરસાવ્યો છે. મેં હંમેશા વિકાસ અને હકારાત્મક રાજકારણ કર્યું છે. મેં કોંગ્રેસમાં ઈમાનદારીથી કામ કર્યું છે અને હવે ભાજપમાં પણ ઈમાનદારીથી કામ કરીશ.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એસબી ચૌહાણના પુત્ર ૬૫ વર્ષીય અશોક ચૌહાણે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કોંગ્રેસ છોડવું એ તેમનો સ્વતંત્ર નિર્ણય છે” અને તેમના નિર્ણય માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પણ થોડા દિવસો પહેલા પાર્ટી છોડી દીધી હતી. હું ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ કરીશ. અશોક ચવ્હાણે વધુમાં કહ્યું કે હું વ્યક્તિગત રીતે કોઈના પર ટિપ્પણી નહીં કરું. કોંગ્રેસ છોડ્યા પછી ઘણા લોકો મારી તરફેણમાં બોલ્યા, ઘણાએ કોમેન્ટ કરી, પરંતુ હું અંગત રીતે કોઈને માટે કંઈ કહીશ નહીં.

આ પણ વાંચો :-

Share This Article