Saturday, Sep 13, 2025

સુરતમાં લૂટના ઇરાદે આવેલા પાંચની ધરપકડ

3 Min Read

સુરત પોલીસના હાથે ઝડપાયેલા આ એ જ પાંચ લૂંટારુઓ છે જેઓ માત્ર ૭ દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશથી લૂંટના ઈરાદે સુરત શહેરમાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને તેઓના લૂંટના પ્લાન અંગેનો સુરાગ મળ્યો હતો અને તેઓ લૂંટ કરે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લીધી હતી. આ ટોળકીની ધરપકડ અંગે સુરત શહેર પોલીસના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે પકડાયેલા પાંચેય લોકો સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરા બાગ સર્કલ પાસે લૂંટ કરવાના હતા.

મર્ડર, લૂંટ, ધાડ તેમજ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગના ૫ ઇસમોને સુરત પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ આરોપીઓ આંગડિયા પેઢીના વાહનને રોકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય આરોપી પાસેથી લોડેડ પિસ્તોલ, મરચાની ભૂકી, છરા તેમજ એક ચોરીની મોટર સાયકલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત ૫ આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. તેમાં સનત ઉર્ફે પિન્ટુ જૈન, આશુ યાદવ, સચિન કુશવાહ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને શુભમ ગુપ્તાનો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સનત ઉર્ફે પીન્ટુ જૈન સામે અગાઉ ૧૫ ગુનાઓ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે. જેમાં બાઇક ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશુ યાદવ સામે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં લુટ વીથ હત્યાનો ગુનો અને ઉત્તર પ્રદેશના અકબરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. તો જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે અને અગાઉ જીતુ ભાજપના નેતા ભરત મોના પર ફાયરિંગ કરવાના કેસમાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે.

લૂંટની ઘટના માટે તેઓ લોડેડ પિસ્તોલ, છરા તેમજ મરચાની ભૂકી પોતાની સાથે રાખતા હતા.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨ પિસ્તોલ, ૪ કાર્ટીઝ, ૨ છરા, ૫ મોબાઇલ, ૧ મોટરસાયકલ, ૫૦ ગ્રામ મરચાની ભૂકી અને ૧ બેગ સહિત કુલ ૧,૪૭,૫૩૦ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ લૂંટનું કાવતરું રચીને પહેલા મોટરસાયકલ ચોરી કરતા હતા અને ત્યારબાદ મોટરસાયકલ પર ઘટના સ્થળની રેકી કરતા હતા અને આરોપી મોટા ભાગે આંગણીયા પેઢીને ટાર્ગેટ કરતા હતા અને પોતાનો હેતુ જો પાર ન પડે અને આંગણીયા પેઢીના કર્મચારી પ્રતિકાર કરે તો પિસ્તોલ વડે ફાયરિંગ કરી કર્મચારીનું મોત નિપજાવતા હતા.

આ પણ વાંચો :-

Share This Article