અર્પિતા મુખર્જીની 4 લક્ઝરી ગાડીઓ ગાયબ, મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા હોવાની આશંકા, ED તપાસમાં લાગી

Share this story

Arpita Mukherjee’s 4 luxury cars missing

  • આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે.

શિક્ષક ભરતી કૌભાંડમાં (Teacher recruitment scam)આરોપી પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની (Parth Chatterjee) ખાસ વ્યક્તિ અર્પિતા મુખર્જીની (Arpita Mukherjee)મુશ્કેલી વધી રહી છે. તાજા રિપોર્ટ પ્રમાણે ડાયમંડ સિટી ફ્લેટ કોમ્પલેક્સથી અર્પિતાની ચાર લક્ઝરી ગાડીઓ (A luxury car) ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સમાં ઇડીના સૂત્રોના હવાલાથી બતાવવામાં આવી રહ્યું છે કે આ કારમાં કેશ ભરેલી છે.

ઇડી (Enforcement Directorate) આ આખાએ મામલે સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. જોકે આ દરમિયાન ઇડીએ અર્પિતાની એક મર્સિડીઝ કારને જપ્ત કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે ડાયમંડ સિટીથી જે કાર ગાયબ થઇ છે તેમાંથી બે કાર અર્પિતા મુખર્જીના નામે છે.

આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે. વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દરોડામાં અર્પિતાના ઘરેથી 20થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ઇડીએ અર્પિતાના એક ફ્લેટથી લગભગ 28 કરોડ અને પછી અન્ય એક ફ્લેટમાંથી 21 કરોડ રોકડા મળી આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી કથિત સ્કૂલ ભરતી કૌભાંડમાં અર્પિતાની ધરપકડ કરી ચુકી છે.

સરકારી સ્કૂલો અને સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં થયેલા કથિત શિક્ષક ભરતી કૌભાંડ સમયે પાર્થ ચેટર્જી પાસે શિક્ષા વિભાગનો પ્રભાર હતો. આ પછી તેમની પાસેથી આ પ્રભાર લઇ લેવામાં આવ્યો હતો.

કોલકાતાની એક વિશેષ અદાલતે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 3 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ દર 48 કલાકે મેડિકલ ચેકઅપનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-