Sunday, Sep 14, 2025

સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની વધુ એક ભાવુક પોસ્ટ

3 Min Read

Another emotional post from Kinjal Dave  

  • Kinjal Dave Engagement : સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું આ વચ્ચે તેઓ ગઈકાલે પાવાગઢ પહોંચ્યા હતા. પરંતુ આ વચ્ચે તેમણે ઈન્સ્ટા પર મૂકેલી એક સ્ટોરી પણ ચર્ચામા આવી છે

ગુજરાતની ગાયિકા કિંજલ દવેને (Singer Kinjal Dave) કોણ નથી ઓળખતું. ગુજરાતની ગલીઓ અને લગ્નોમાં બાળકો પણ કિંજલ દવેના ગીતો પર ડાન્સ થાય છે. ત્યારે કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચારે સૌને વિચારમાં મૂક્યા હતા. હાલ ચારેતરફ ગુજરાતી ગાયિકાની સગાઈ તૂટવાના જ સમાચાર ચર્ચાઈ રહ્યાં છે. જોકે કિંજલ દવેએ (Kinjal Dave) અત્યાર સુધી સગાઈ તૂટવાના મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.

પરંતુ પાંચ વર્ષની સગાઈમાં મંગેતર પવન જોશી સાથેની તમામ તસવીરો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી હટાવી દીધી છે. જે બતાવે છે કે કિંજલ દવેની સગાઈ તૂટી છે. ત્યારે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. પરંતુ તેના બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી એક સ્ટોરી ચર્ચા જગાવી રહી છે.

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે.

પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરાઈ હતી અને આ જ કારણે તેની સગાઈ તૂટી.

સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું તેમણે શેર કરેલી એક ઈન્સ્ટા સ્ટોરી પણ દર્દભરી પોસ્ટ છે. જેમાં તેમણે લખ્યું છે કે, સબ કો મિલ જાયે મંઝિલ યે જરૂરી તો નહિ, જિંદગી રાહ-એ-સફર હૈ, તુમ યુહી ચલતે રહેના, ચિરાગો કી તરહ રાહ મે જલતે રહેના, હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના.

સગાઈ બાદ પહેલી પોસ્ટ :

સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ હીચકા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખ્યું છે કે, “જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર”.

આ પણ વાંચો :-

Share This Article