Saturday, Sep 13, 2025

ધમકાવીને સ્પા-મસાજ પાર્લર પાસે લાખોની ખંડણી માગતા કથિત પત્રકારો ઝડપાયા

2 Min Read
  • વાપી અને આસપાસની જીઆઈડીસીઓમાં છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગતપિઓ, વેપારીઓ અને દુકાનદારો એક પરેશાનીથી એટલા કંટાળ્યા હતા કે ના પૂછો વાત.

તેમને બદનામ કરવાની ધમકી આપીને લાખોની ખંડણી વસુલતી એક કથિત પત્રકાર ગેંગ સામે હવે પોલીસે ગાળીયો કસ્યો છે. પોલીસે ફરિયાદ કરી બે કથિત મહિલા પત્રકારોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં આવી બે ફરિયાદો દાખલ થઈ છે. હજુ પણ બીજી ઘણી ફરિયાદો થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

વાપીમાં ઉદ્યોગપતિઓ, કંપની સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરે છેલ્લા કેટલાક સમયથી બદનામ કરવાની ધમકી સાથે નાણાની ઉઘરાણીથી પરેશાન હતા. કથિત પત્રકારોની ગેંગ તેમની પાસેથી ખંડણી ઉઘરાવતી હોવાની ચર્ચાઓ ચાલી હતી.

જેને પગલે વાપીના બલીઠા વિસ્તારમાં આવેલા એક સ્પા-મસાજ પાર્લર ચલાવતા સંચાલક પાસેથી પણ કથિત પત્રકારો ડરાવી ધમકાવી પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપતા હોવાનું સામે આવી રહ્યું હતું. આ તત્વો કહેતા કે ધંધો કરવો હોય તો દર વર્ષે પાંચ લાખનો હપ્તો આપવો પડશે.

જેને પગલે વાપી ટાઉન પોલીસ સ્ટેશને જઈને આ સંચાલક દ્વારા ફરિયાદ દાખલ કરાવી હતી. જેને પગલે વાપીના સોનિયા ચૌહાણ, ક્રિષ્ણા ઝા અને સેમ શર્મા નામના કથિત પત્રકારો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પોલીસે આ કેસમાં ત્રણ પૈકી સેમ શર્મા અને સોનિયા ચૌહાણની ધરપકડ કરી લીધી છે. જ્યારે હજુ આ કેસમાં ક્રિષ્ના ઝા નામનો કથિત પત્રકાર ક્યાં છે તેની શોધ ચાલી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article