ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ લોગો બદલ્યા બાદ વિમાનના નવી તસ્વીરો બહાર પાડી છે. આ શિયાળાથી A૩૫૦ પ્લેન સફરમાં ઉપયોગમાં લેવાશે. એર ઈન્ડિયાએ તેનું રિબ્રાન્ડિંગ શરૂ કર્યું છે.
ઓગસ્ટમાં હાથ ધરાયેલા રિબ્રાન્ડિંગમાં એર ઈન્ડિયાએ તેના નવા લોગો અને રંગ યોજનાનું અનાવરણ કર્યું છે. આ પહેલાં એર ઈન્ડિયાનો લોગો ક્લાસિક મહારાજા હતો. હવે એર ઈન્ડિયાના નવા લોગો, ‘ધ વિસ્ટા’ સાથે તેના વિમાનો ઉડ્ડિયન શરૂ કરશે. ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, “આજે તમે અહીં જે નવો લોગો જુઓ છો.તે ઐતિહાસિક રીતે ઉપયોગમાં લેવાતી વિન્ડો દ્વારા દર્શાવવામાં આવેલ વિસ્ટા અમર્યાદિત શક્યતાઓ, પ્રગતિ, આત્મવિશ્વાસ અને તે બધાને દર્શાવે છે. અમે માનવ સંસાધનના તમામ પાસાઓને અપગ્રેડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યારે અમે મોટી સંખ્યામાં એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. અમારે નવીનીકરણ કરવું પડશે અને અમારા વર્તમાન કાફલાને સ્વીકાર્ય સ્તરે લાવવા પડશે.
આ પણ વાંચો :-