Saturday, Sep 13, 2025

અમદાવાદમાં વધું એક ASI પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા

2 Min Read

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા છે. જેમાં પોલીસતંત્રનો કર્મચારી ઝડપાઈ જતા અન્ય લાંચિયા કર્મચારીઓ સતર્ક થયા છે. આ ઘટનાની જાણકારી મુજબ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતો જવાન મહિપતસિંહ બારડ ૨૫ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ દબોચાયો હતો. આ કર્મચારી હાલમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં તૈનાત હોવાની જાણકારી સામે આવી છે તેમજ ત્યાં તે ASI તરીકે ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. મહિપતસિંહ બારડે ફરિયાદી પાસેથી રૂપિયાની લેતીદેતીના એક કેસમાં સમાધાન કરાવી આપવા માટે ૨૫ હજાર રૂપિયાની લાંચ માગી હતી ત્યારે આ લાંચ લેતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીને એસીબીએ ઝડપી લીધો છે.

અમદાવાદમાં આની પહેલા પણ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એસીબી દ્વારા સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને પોલીસ તંત્રમાં ફરિયાદી પાસેથી લાંચ લેવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જે લોકો કોર્ટ કેસના ચક્કરમાં નથી ફસાવા માગતા એવા લોકોને આ ભ્રષ્ટ સરકારી અમલદારો ટાર્ગેટ કરતા હોય છે તેમજ રૂપિયા પડાવતા હોય છે.

આ અરજીમાં ફરિયાદ નહીં કરવા તથા ફ્રીઝ કરેલું એકાઉન્ટ ખોલવા માટે સાયબર ક્રાઇમના જ કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે ૧૦ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેમાંથી ૭ લાખ રૂપિયાની લાંચ ટુકડે-ટુકડે લઈ લીધી હતી. ૭ લાખની વસૂલી કર્યા બાદ બાકીના ૩ લાખની કોન્સ્ટેબલે માંગણી કરતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી હતી. લાંચની રકમ લેવા આવનાર હરદીપસિહને ACBએ કેમ્પ હનુમાન ટેલિફોન એક્સચેન્જ પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. આ અંગે ACBએ ગુનો પણ નોંધ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article