‘ચક દૂમ દૂમ’ ગીત પર જોખમી રીતે મહિલાનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Share this story
  • સુરતના એક બ્રિજ ઉપર ટિકટોક વુમનના નામે ઓળખાતી મહિલાએ ચક દુમ દુમ – ચક દુમ દુમ ગીત ઉપર ડાન્સ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

જાહેર રોડ ઉપર અવર-જવર કરતા વાહનો વચ્ચે આ મહિલાના ડાન્સને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. અગાઉ જોખમી રિલ્સ બનાવનારા પર થયેલી કાર્યવાહી આ મહિલા સામે થાય તેવી સોશિયલ મીડિયામાં માગ ઉઠી છે.

સ્થાનિક લોકોએ કહ્યું કે આ એક ગંભીર બાબત કહી શકાય છે. જો આ વાયરલ વીડિયો સુરતના કોઈ બ્રીજ પર ઉતારવામાં આવ્યો હોય તો પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી સામે પણ પ્રશ્ન ઉભા થાય છે. કથિત રીતે આ વીડિયો વરાછા બ્રીજ ઉપર ઉતારવામાં આવ્યો છે. લોકોની અવરજવર વચ્ચે ધોળે દિવસે એક વીડિયો એટલે કે રિલ્સ બની જાય છે અને પોલીસ ને ખબર સુદ્ધા નથી પડતી એ પણ એક નવાઈની વાત છે.

વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી પ્રિયા ગોલાની છે. અગાઉ ટિકટોકમાં પણ આ જ રીતે બ્રિજ પર ડાન્સનો વીડિયો મૂકતી હતી. હાલ ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં આ રીતના વીડિયો મૂકતી રહે છે. અગાઉ કેબલ સ્ટેઈડ બ્રિજ પર પણ ડાન્સ કર્યો હતો. જો કે વાહનોની વચ્ચે વીડિયો બનાવવાથી પોતાની સાથે વાહનચાલકોના જીવને પણ જોખમ ઉભુ થાય તેમ હોવાથી પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો :-