Saturday, Sep 13, 2025

ભારે પવનને કારણે યુવક પર ઝાડ પડ્યું, સદનસીબે બચી ગયો, VIDEO વાયરલ

2 Min Read

A tree fell on a young man due to strong winds 

  • સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પવન ફુંકાઇ રહ્યો છે. અને ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

સુરતના આંજણા વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું ત્યારે એક યુવક ત્યાં ઉભો હતો અને વૃક્ષ તેના ઉપર પડ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં યુવકનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

સુરતમાં એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા :

સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ત્યાં ત્રણ જેટલા યુવકો ઉભા હતા. બે યુવકો ઝાડ પાસે અને એક યુવક મોપેડ પાસે ઉભા રહીને ફોન પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં ઝાડ ધરાશાયી થઈ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં યુવકનો બચાવ થયો હતો.

સદનસીબે યુવકને કોઈ ઈજા થવા પામી ન હતી. સુરતના આંજણા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આંજણા વિસ્તારના નામે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા લોકોને તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવી છે. વીજપોલ ઝાડથી દુર રહેવા લોકોને અપીલ છે.

આ પણ વાંચો :-

 

Share This Article