Saturday, Sep 13, 2025

ગુજરાતની દરિયાઈ દુનિયામાંથી એક રહસ્યમયી જીવ મળી આવ્યું, માછીમારો ગભરાયા

2 Min Read

A mysterious creature was found

  • Electric Fish In Gujarat Sea : પ્રથમવાર ગુજરાતના દરિયાકાંઠે વિદ્યુત માછલીઓ શોધી કઢાઈ… આ માછલી શિકાર કરવા અને શિકારીથી બચવા વીજળીનો ઉપયોગ કરે છે.

ગુજરાતને દેશમાં સૌથી મોટી 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો (Sea ​​Shore) મળ્યો છે. ગુજરાતનો દરિયો રહસ્યોથી ભરેલો છે. બાર ગાઉએ બોલી બદલાય… તે અહી જગ્યાએ જગ્યાએ ગુજરાતના (Gujarat) દરિયા કિનારાનું મોસમ અને મિજાજ બદલાતું રહે છે. ગુજરાતનો દરિયા કિનારો છીછરો છે. તેથી તેમાં એવુ બધુ સમાયેલું છે. જે રહસ્યો જેવું લાગે. ત્યારે ગુજરાતના રહસ્યી દરિયાઈ દુનિયામાંથી એક રહસ્યમયી જીવ મળી આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠેથી પહેલીવાર વિદ્યુત માછલી મળી આવી છે. જે કરંટ આપે છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના જીયોલોજી વિભાગના અધ્યાપક ડો.પી.સી.મંકોડીના ગાઈડન્સમાં પીએચડીના વિદ્યાર્થી ધવલ ભટ્ટ દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા પર એક રિસર્ચ હાથ ધરાયુ હતું. જેમાં કાસ્થિમત્સ્ય વર્ગની વિધુત માછલી મળી આવી છે.

શું છે વિદ્યુત માછલી :

આ નામ તેને તેની વિદ્યુત ઉત્પન્ન કરવાની શક્તિને લીધે મળ્યું છે. આ માછલી શિકાર કરવા અને શિકારીથી બચવા વીજળીનો ઉપયોગ કરે છે. તેના શરીરમાં જ ઈલેક્ટ્રોસાઈટસ કહેવાતા નાના નાના બેટરીના સેલ જેવા કોષો વીજળીનો સંગ્રહ કરે છે અને શિકાર કરતી વખતે અથવા શિકારીનો ભય હોય ત્યારે આ બધા કોષઓ એકસાથે ડીસ્ચાર્જ થાય છે. આથી ૬૦૦ વોલ્ટ જેટલી વીજળીનો આંચકોએ આપી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article