સુરતની પીપોદરા GIDCમાં પોલીસ પર પથ્થરમારો થતાં ખળભળાટ મચી ગયો છે. પીપોદરા જીઆઈડીસીમાં કામદારોના ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો કરી પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. પથ્થરમારાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર છાવણીમાં ફરવાયો છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
કામદારને મારમારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માગ કરી રહ્યા હતા. કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે છ ટીયરગેસના સેલ છોડીને માહોલ શાંત કર્યો હતો. જો કે, હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસે પેટ્રોલિંગ યથાવત રાખ્યું છે.
પોલીસને જોઈ કામદારોનું ટોળુ બેકાબૂ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાશભાગ મચી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયરગેસના ૬ સેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી. સાથે પોલીસે મીલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :-