Saturday, Mar 22, 2025

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ૫.૨ની તીવ્રતા ભૂકંપનો આંચકા

1 Min Read

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી.

ઓક્ટોબરની શરૂઆતમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે ૪ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા જ્યારે ૯ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ ભૂકંપ ૬.૩ની તીવ્રતાનો હતો જે બે દાયકામાં દેશમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપ પૈકીનો એક સાબિત થયો હતો.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસએ જણાવ્યું હતું કે બુધવારે ઈન્ડોનેશિયાના હલમહેરામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ૧૨૦ કિમી (૭૪.૫૬ માઇલ)ની ઊંડાઈએ આવ્યો હતો. હાલમાં ઇન્ડોનેશિયાની આપત્તિ શમન એજન્સીએ કોઈપણ નુકસાન વિશે કોઈ માહિતી શેર કરી નથી.

આ પણ વાંચો :-

Share This Article