Thursday, Nov 6, 2025

સુરતના અડાજણમાં જમીન દલાલ લૂંટાયો, અંદાજે 5 કરોડની લૂંટની શક્યતા

1 Min Read

સુરતના અડાજણ વિસ્તારમાંથી તાજેતરમાં મોટી ઘટના સામે આવી રહી છે. આ ઘટના અડાજણ વિસ્તારના રાંદેર રોડની છે. જમીન દલાલને પૈસાની ચુકવણીના બહાને લૂંટી લેવાયો છે. આ ઘટનામાં 5 કરોડની લૂંટ થઈ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં પાંચ કરોડની લૂંટના મામલામાં ફરાર થયેલા 2 લુંટારુ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પારડી-પલસાણા નજીકથી આ બ આરોપી ઝડપાયા છે.

આપને જણાવી દઈએ કે, આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી કેટલોક મુદ્દામાલ પણ મળ્યો છે. બાકીના ફરાર આરોપીઓને ઝડપવા માટે જિલ્લાભરમાં પોલીસ તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે.

આ પણ વાંચો :-

Share This Article