Saturday, Sep 13, 2025

ટ્રેનની દરેક સિટીમાં છૂપાયેલો છે એક છૂપો કોડ, જો આ સિટી વાગે તો સમજી જવું કે આગળ જોખમ છે

4 Min Read

A hidden code is hidden  

  • Knowledge News : ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ભારતીય રેલવે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ગણાય છે. તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. આ દરમિયાન તમને ટ્રેનના હોર્નનો અવાજ પણ સાંભળ્યો હશે પરંતુ શું તમે જાણો છો કે અન્ય વાહનોથી અલગ ટ્રેનની સિટીનો પણ એક પોતાનો અલગ કોડ હોય છે?

ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં (Train) મુસાફરી કરતા હોય છે. ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ગણાય છે. તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. આ દરમિયાન તમને ટ્રેનના હોર્નનો (Horn) અવાજ પણ સાંભળ્યો હશે.

પરંતુ શું તમે જાણો છો કે અન્ય વાહનોથી અલગ ટ્રેનની સિટીનો પણ એક પોતાનો અલગ કોડ હોય છે? રેલવે સિગ્નલ મુજબ અલગ અલગ પ્રકારની ટ્રેનની સિટી વગાડવામાં આવતી હોય છે અને તે સિટી સ્ટેશન પર હાજર લોકોને અલગ અલગ સંદેશ આપે છે. આવો જાણીએ ટ્રેનની સિટીનો શું અર્થ હોય છે.

નાની સિટી :

અત્રે જણાવવાનું કે જો ટ્રેનનો ડ્રાઈવર એક નાની સિટી વગાડે છે જેનો અર્થ છે કે તેને કોઈ બીજા એન્જિનની મદદની જરૂર નથી.

એક નાની અને એક મોટી સિટી :

જો ટ્રેનનો ડ્રાઈવર એક નાની અને એક લાંબી સિટી વગાડે તો તેનો અર્થ થાય છે કે તેને ટ્રેનની પાછળ લાગેલા એન્જિન પાસે મદદની જરૂર છે.

બે નાની સિટી :

જો ટ્રેન ઊભી હોય અને ડ્રાઈવર 2 નાની સિટી વગાડી રહ્યો હોય તો તેનો અર્થ છે કે તે ગાર્ડ પાસે ટ્રેનને ખોલવા માટે લિગ્નલ માંગી રહ્યો છે.

ત્રણ નાની સિટી :

જો તમે ટ્રેનની 3 નાની સિટી સાંભળી હોય તો તેનો અર્થ છે કે ટ્રેનનો ડ્રાઈવર ગાર્ડને બ્રેક લગાવવા માટે સિગ્નલ આપી રહ્યો છે.

ચાર નાની સિટી :

ચાર નાની સિટીઓનો અર્થ છે કે આગળ રસ્તો ક્લિયર નથી. એટલે કે ટ્રેનનો ડ્રાઈવર ચાર નાની સિટીઓનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે તેને રસ્તો ક્લિયર કરવા માટે ગાર્ડની મદદ જોઈતી હોય છે.

એક લાંબી અને એક નાની સિટી :

ડ્રાઈવર એક લાંબી અને એક નાની સિટી ત્યારે વગાડે છે જ્યારે તે ટ્રેનના ગાર્ડને બ્રેક રિલીઝ કરવા માટે સંકેત આપતો હોય. આ સાથે જ ડ્રાઈવરનો ઈશારો હોય છે કે સાઈડિંગમાં ટ્રેનને બેક કર્યા બાદ મેઈન લાઈન ક્લિયર છે.

બે લાંબી અને બે નાની સિટી :

ટ્રેનના ગાર્ડને પોતાની પાસે બોલાવવા માટે ડ્રાઈવર 2 લાંબી અને બે નાની સિટી વગાડે છે.

સતત સિટી વાગતી હોય

જો સતત સિટી વાગતી હોય તો તેનો અર્થ છે કે ટ્રેનની આગળ જોખમ છે. બની શકે કે ડ્રાઈવરને રસ્તામાં કોઈ પ્રકારનું વિધ્ન દેખાતું હોય.

બે નાની અને એક લાંબી સિટી :

જો ટ્રેનનો ડ્રાઈવર બે નાની અને એક લાંબી સિટી વગાડી રહ્યો હોય તો તેનો અર્થ છે કે કાં તો કોઈ મુસાફરે ચેઈન પુલિંગ કર્યું છે અથવા તો ટ્રેનના ગાર્ડે જ ટ્રેનને રોકવાની કોશિશ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article