Thursday, Oct 23, 2025

252 કરોડમાં વેચાયો એક ફ્લેટ : ભારતની સૌથી મોંઘી ડીલ, જાણો કોણ છે ખરીદનાર ધનવાન

2 Min Read

A flat sold for 252 crores 

  • મુંબઈમાં એક આટલો મોંઘો સોદો થયો છે જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં એક લક્ઝુરિયસ ટ્રિપ્લેક્સ ફ્લેટ 252 કરોડમાં વહેંચાયો હતો.

માયાનગરી મુંબઈ (Mumbai) સપનાનું શહેર કહેવાય છે અને આ બોલિવૂડનું શહેર કહેવાતા મુંબઈમાં દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવવા માંગે છે. જો કે મુંબઈમાં પ્રોપર્ટીના (property) ભાવ આસમાને પહોંચી ગયા છે એ કારણે લોકો પોતાનું ઘર ખરીદી શકતા નથી. આ બધા વચ્ચે મુંબઈમાં એક આટલો મોંઘો સોદો થયો છે. જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. જણાવી દઈએ કે અહીં એક લક્ઝુરિયસ ટ્રિપ્લેક્સ ફ્લેટ 252 કરોડમાં વહેંચાયો હતો.

18 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં બનેલો છે ફ્લેટ  :

આટલી મોંઘી કિંમતમાં વહેંચાયેલો આ ટ્રિપ્લેક્સ ફ્લેટ સાઉથ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલ છે છે અને આ ફ્લેટ 18 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં બનેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ડીલને અત્યાર સુધીની સૌથી મોટી ડીલ ગણાવવામાં આવી રહી છે.

રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો મુંબઈ ફ્લેટની આ ડીલ દેશના જાણીતા ઉદ્યોગપતિ નીરજ બજાજ અને મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ) વચ્ચે થઈ છે. જે 252 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article