Home Blog

22 સપ્ટેમ્બરનું રાશિફળ: મકર રાશિમાં ચંદ્ર, કોના જીવનમાં આવશે નવી તક અને કોને રહેવું પડશે સાવધાન?

22 સપ્ટેમ્બર 2026 મંગળવાર માટેનું રાશિફળ

♈ મેષ
આજે કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે.આર્થિક બાબતમાં આયોજનથી લાભ મળશે. કુટુંબમાં કોઈ મહત્વની ચર્ચા થઈ શકે છે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો. સ્વાસ્થ્યમાં થાક અનુભવાય તો આરામ જરૂરી છે.


♉ વૃષભ
આજે અટકેલું કામ આગળ વધારવાની તક મળશે. નોકરી-વ્યવસાયમાં તમારી મહેનત નોંધાશે. આવક વધારવાના નવા માર્ગો મળી શકે છે.પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. જૂના મિત્ર અથવા સંપર્કથી લાભ થઈ શકે છે.


♊ મિથુન
આજે વાતચીત અને સમજદારીથી સમસ્યા ઉકેલાશે.કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે.નાણાકીય બાબતમાં અનાવશ્યક ખર્ચ ટાળો.પરિવારના સભ્યની સલાહ ઉપયોગી સાબિત થશે.માનસિક રીતે થોડું વધારે વિચારવાનું ટાળો.


♋ કર્ક
આજે કામમાં ઉતાર-ચઢાવ વચ્ચે ધીરજ રાખવી જરૂરી છે.વ્યવસાયમાં જૂના સંપર્કથી લાભ થઈ શકે છે.પૈસાની લેવડદેવડમાં સાવચેતી રાખો.ઘરમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.ભાવનાત્મક બાબતમાં સંતુલન જાળવવું લાભદાયક રહેશે.


♌ સિંહ
આજે આત્મવિશ્વાસ વધશે અને કામમાં પ્રગતિ થશે.કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાની પ્રશંસા થઈ શકે છે.આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે.મહત્વના નિર્ણયમાં વડીલોની સલાહ લો.અહંકાર અથવા ગુસ્સાથી વાત બગાડવાનું ટાળો.


♍ કન્યા
આજે તમારા માટે આયોજન અને વ્યવસ્થાનો દિવસ રહેશે.નોકરી-વ્યવસાયમાં મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે.આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે.સંબંધોમાં સ્પષ્ટ વાતચીતથી ગેરસમજ દૂર થશે.સ્વાસ્થ્ય માટે ઊંઘ અને આરામને પ્રાથમિકતા આપો.


♎ તુલા
આજે સંબંધો અને ભાગીદારીમાં સારો સહકાર મળશે.વ્યવસાયિક નિર્ણયોમાં લાભની સંભાવના છે.આર્થિક રીતે કોઈ સારો સમાચાર મળી શકે છે.પ્રિય વ્યક્તિ સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે.નવા કામમાં આગળ વધતા પહેલાં સંપૂર્ણ વિચાર કરો.


♏ વૃશ્ચિક
આજે મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે.કામકાજમાં જવાબદારી વધે તો પણ સફળતાની શક્યતા છે.નાણાકીય બાબતમાં જૂનું રોકાણ ધ્યાન ખેંચી શકે છે.ઘર-પરિવારમાં તમારી વાતને મહત્વ મળશે.ગુસ્સા કરતાં શાંતિથી વાત કરવી વધુ ફાયદાકારક રહેશે.


♐ ધન
આજે લાંબા સમયથી વિચારેલું કામ શરૂ કરી શકો છો.કારકિર્દીમાં નવી દિશા અથવા તક દેખાઈ શકે છે.આર્થિક લાભ માટે યોગ્ય આયોજન જરૂરી રહેશે.મિત્રો અથવા માર્ગદર્શકનો સહયોગ મળશે.મુસાફરી અથવા ધાર્મિક કાર્યની શક્યતા છે.


♑ મકર
ચંદ્ર તમારી રાશિમાં હોવાથી આજે મન થોડું ગંભીર રહી શકે છે. કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે.આર્થિક બાબતમાં સ્થિરતા જાળવવામાં સફળ થશો.કુટુંબની જવાબદારી વધે તો પણ તમે સારી રીતે સંભાળી શકશો.પોતાના મનની વાત દબાવી રાખવાને બદલે યોગ્ય વ્યક્તિ સાથે શેર કરો.

♒ કુંભ
આજે જૂની સમસ્યાનો વ્યવહારુ ઉકેલ મળી શકે છે.કામકાજમાં નવી યોજના બનાવવામાં સફળતા મળશે.પૈસાની બાબતમાં અચાનક ખર્ચ થઈ શકે છે.
મિત્રો અને સહકર્મીઓ સાથે મતભેદ ટાળો.ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિથી માનસિક શાંતિ મળશે.


♓ મીન
આજે ધીરજ અને શાંતિથી આગળ વધવાનો દિવસ છે. કાર્યક્ષેત્રમાં ધીમે પરંતુ ચોક્કસ પ્રગતિ થશે. આર્થિક બાબતમાં જોખમી નિર્ણય લેવાનું ટાળો. કુટુંબમાં કોઈ વ્યક્તિને તમારી મદદની જરૂર પડી શકે છે. આંતરિક શાંતિ માટે પ્રાર્થના અથવા ધ્યાન લાભદાયક રહેશે.

માતાના અંતિમ સંસ્કાર માટે AI ની મદદ લેવી શખ્સને ભારે પડી, જાણો શું છે આખો મામલો!

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની સલાહ તમારા જીવનમાં મોટો વંટોળ લાવી શકે છે? વિચારો કે તમે તમારા જીવનના કોઈ અત્યંત અંગત અને ભાવનાત્મક નિર્ણય માટે મશીન કે AI ની મદદ લો, અને પછી કંઈક અશુભ ઘટે તો તમે કોને દોષ આપશો? આજકાલ લોકો નાના-મોટા કામથી લઈને મોટા નિર્ણયો માટે ચેટબોટ પર નિર્ભર થવા લાગ્યા છે. પરંતુ ચીનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. અહીં એક વ્યક્તિએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે AI ચેટબોટની સલાહ લીધી. પરંતુ ત્યારબાદ પરિવારમાં એક એવી દુર્ઘટના ઘટી કે તેણે AI કંપની સામે જ કોર્ટમાં કેસ ઠોકી દીધો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, જે AI પર તેણે ખોટી સલાહનો આરોપ લગાવ્યો, કંપની સામે કેસના કાનૂની દસ્તાવેજો તૈયાર કરવા માટે પણ તેણે એ જ AI નો ઉપયોગ કર્યો! ચાલો જાણીએ આ વિચિત્ર અને ચર્ચાસ્પદ મામલો શું છે.

અહેવાલ મુજબ, આ કિસ્સો ચીનના ઝેજિયાંગ પ્રાંતના જિયાશાન કાઉન્ટીનો છે. શિ (Shi) નામની વ્યક્તિની માતાનું એપ્રિલ મહિનામાં અચાનક બીમારીના કારણે નિધન થયું હતું. ચીની પરંપરામાં લોકો જન્મ, લગ્ન કે મૃત્યુ જેવા મહત્વપૂર્ણ પ્રસંગો માટે જૂના કેલેન્ડર અને ખગોળીય ઘટનાઓના આધારે ‘શુભ મુહૂર્ત’ જુએ છે. શિ પોતાના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હોવાથી, તેના પર માતાના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે પૂરા કરવાની જવાબદારી હતી.

શરૂઆતમાં પરિવારે એક ફેંગશુઈ માસ્ટરની સલાહ લીધી, જેમણે 20 એપ્રિલની તારીખ આપી. પરંતુ સ્થાનિક માન્યતા મુજબ બેકી (Even) સંખ્યાની તારીખ અશુભ મનાતી હોવાથી, શિ મૂંઝવણમાં મુકાયો હતો. યોગ્ય રસ્તો શોધવા તેણે એક AI ચેટબોટની મદદ લીધી. AI એ 19 એપ્રિલની તારીખ અને કેટલીક પારંપરિક વિધિઓ કરવાનું સૂચવ્યું, જે શિએ માની લીધું હતું. પરંતુ અંતિમ સંસ્કારના થોડા જ દિવસો બાદ શિના પરિવારના એક સંબંધીનો ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. પરિવારના અન્ય સભ્યોએ આ દુર્ઘટનાને ‘અશુભ તારીખ’ સાથે જોડી દીધી અને માન્યું કે અંતિમ સંસ્કાર ખોટા દિવસે થવાથી પરિવારનું ફેંગશુઈ ખોરવાઈ ગયું છે.

આ ઘટના બાદ શિએ ચેટબોટ બનાવનારી કંપની ‘બેઇજિંગ ચુંતિયન ઝિયુન ટેક્નોલોજી’ (Beijing Chuntian Zhiyun Technology) સામે વળતર અને માફીની માંગ સાથે કાનૂની કેસ દાખલ કર્યો છે. તેનો આરોપ છે કે ચેટબોટે તેને ભ્રામક અને ખોટી સલાહ આપી, જેનાથી પરિવારમાં તણાવ અને કમનસીબી આવી હતી. બીજી તરફ, કંપનીનું સ્પષ્ટ કહેવું છે કે AI નું કામ માત્ર માહિતી આપવાનું છે, તેને કોઈ પ્રોફેશનલ કે ધાર્મિક સલાહ તરીકે લેવી જોઈએ નહીં.

વિજ્ઞાનની દૃષ્ટિએ અકસ્માત અને AI ની તારીખ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. પરંતુ આ ઘટના એક મોટો સવાલ જરૂર ઊભો કરે છે કે, શું આપણે જીવનના મહત્વપૂર્ણ અને પારિવારિક નિર્ણયો માટે માત્ર ટેક્નોલોજી પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ? એમાં કોઈ શંકા નથી કે AI એક શક્તિશાળી ટૂલ છે, પરંતુ તેની સલાહને આખરી સત્ય માની લેવું ક્યારેક ભારે પડી શકે છે. મશીન ક્યારેય માનવીય પરંપરાઓ અને સંવેદનાઓનું સંપૂર્ણ નિષ્ણાત બની શકતું નથી.

નવસારીના ‘દેવસરના રાજા’ને USAથી આવેલા NRI ભાઈ-બહેને ચઢાવ્યો આટલા ડોલર નોટનો અનોખો હાર

સાત સમુંદર પાર વસવાટ કર્યા પછી પણ માતૃભૂમિની માટી અને વિઘ્નહર્તા પ્રત્યેની આસ્થા કેટલી ઘેરી હોઈ શકે, તેનું ઉત્તમ દ્રષ્ટાંત નવસારીના ગણદેવી પંથકમાં જોવા મળ્યું છે. ગણેશોત્સવની ભવ્ય ઉજવણી વચ્ચે દેવસર ગામે વિરાજમાન ‘દેવસરના રાજા’ના દરબારમાં એક અનોખી ભક્તિ છલકાઈ છે, જ્યાં અમેરિકાથી ખાસ આવેલા ભાઈ-બહેને બાપ્પાના ચરણોમાં 400 અમેરિકન ડૉલરની ચલણી નોટોમાંથી બનેલો આકર્ષક હાર ધરાવીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે.

‘દેવસરના રાજા’

મળતી વિગતો અનુસાર, દેવસર ગામના મૂળ વતની અને હાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) માં સ્થાયી થયેલા યશ રાકેશ પટેલ અને શિવાની દેવાંગ પટેલે શ્રીજીની મહાઆરતી દરમિયાન આ વિશેષ ભેટ ચઢાવી હતી. વિદેશી ચલણમાંથી કલાત્મક રીતે તૈયાર કરવામાં આવેલો આ ‘ડૉલરિયો હાર’ હાલ સમગ્ર પંથકમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ દિવ્ય મનોરથ અને હારના દર્શન કરવા માટે ગણદેવી, બિલિમોરા અને આસપાસના ગામોમાંથી શ્રદ્ધાળુઓના ટોળેટોળાં ઉમટી રહ્યા છે.

નવસારી જિલ્લો હંમેશાથી બિનનિવાસી ભારતીયો (NRI) ના ગઢ તરીકે ઓળખાય છે. ‘દેવસરના રાજા’ પ્રત્યે વિદેશસ્થિત ભક્તોનો પ્રેમ અને સમર્પણ અવિરત રહ્યો છે. દર વર્ષે ઉત્સવ નિમિત્તે વિદેશથી ભક્તો આર્થિક સહયોગ મોકલે છે, એટલું જ નહીં પણ અનેક શ્રદ્ધાળુઓ ખાસ ઉત્સવના દિવસોમાં માતૃભૂમિ પધારીને બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવે છે. આ પ્રસંગે ફરી એકવાર પુરવાર થયું છે કે ભૌગોલિક સીમાઓ ગમે તેટલી દૂર હોય, પણ ભારતીય સંસ્કૃતિ અને ગણેશ ભક્તિના તાર હંમેશા અકબંધ રહે છે.

આ રાજ્યમાં પેટ્રોલ પંપ ડીલર્સનો મોટો નિર્ણય: ₹2,000થી વધુ UPI પર પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે!

0

જો તમે પણ પેટ્રોલ પંપ પર જઈને કારની ટાંકી ફૂલ કરાવીને UPI થી સ્કેન કરીને પેમેન્ટ કરવાની આદત ધરાવો છો, તો તમારા માટે આ એક અત્યંત અગત્યના સમાચાર છે. ડિજિટલ પેમેન્ટના આ યુગમાં મધ્ય પ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. આગામી 16 ઓક્ટોબરથી મધ્ય પ્રદેશના તમામ પેટ્રોલ પંપ પર જો તમારું બિલ ₹2,000 થી વધુ થશે, તો તમારું UPI પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે! ગ્રાહકોએ ફરજિયાતપણે રોકડ (Cash) અથવા ક્રેડિટ/ડેબિટ કાર્ડનો સહારો લેવો પડશે.

આવા કડક નિર્ણય પાછળનું મુખ્ય કારણ નવો MDR (Merchant Discount Rate) નિયમ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લાગુ કરાયેલા નવા માળખા મુજબ, મોટા વેપારીઓ માટે ₹2,000 થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા અથવા આવશ્યક સેવાઓ (જેમ કે ઇંધણ) પર પ્રતિ ટ્રાન્ઝેક્શન ફ્લેટ ₹5 નો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.

પેટ્રોલ પંપ માલિકોની મુખ્ય સમસ્યા શું છે?

મધ્ય પ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય સિંહના જણાવ્યા અનુસાર, પેટ્રોલ પંપ ડીલર્સનું પ્રોફિટ માર્જિન પહેલેથી જ માત્ર 0.5% જેટલું નજીવું હોય છે. સરેરાશ એક પેટ્રોલ પંપ પર રોજના 100 જેટલા ગ્રાહકો ₹2,000 થી વધુનું પેટ્રોલ કે ડીઝલ પુરાવે છે. જો આ તમામ વ્યવહારો પર MDR ચાર્જ ચૂકવવો પડે, તો પંપ માલિકને રોજના અંદાજે ₹590 એટલે કે મહિનાના આશરે ₹17,700 નું મોટું નુકસાન વેઠવાનો વારો આવે. વધતી જતી મોંઘવારી અને નિશ્ચિત માર્જિન વચ્ચે આ વધારાનો આર્થિક બોજ ઉઠાવવો ડીલરો માટે અશક્ય છે.

અન્ય રાજ્યોમાં પણ વિરોધના સૂર

માત્ર મધ્ય પ્રદેશ જ નહીં, પરંતુ પંજાબ, દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ પેટ્રોલ પંપ ડીલરો આ નિયમનો સખત વિરોધ કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને (AIPDA) નાણામંત્રીને પત્ર લખીને પેટ્રોલ પંપોને આ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની અપીલ કરી છે.

ગ્રાહકો માટે વિકલ્પો અને નાના વેપારીઓને રાહત

ડીલર્સે સ્પષ્ટતા કરી છે કે ₹2,000 થી નીચેના તમામ વ્યવહારો માટે UPI પેમેન્ટ રાબેતા મુજબ વિનામૂલ્યે સ્વીકારવામાં આવશે. ઉપરાંત, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટ પર સરકાર તરફથી MDR માં અગાઉથી જ છૂટ મળેલી હોવાથી, ગમે તેટલી રકમનું પેમેન્ટ કાર્ડ દ્વારા સ્વીકારવામાં આવશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમનો આર્થિક બોજ સામાન્ય ગ્રાહક પર બિલકુલ નહીં પડે. દેશમાં થતા કુલ UPI ટ્રાન્ઝેક્શનમાંથી 96% થી વધુ વ્યવહારો ₹2,000 કે તેથી ઓછાના હોય છે. ચાની લારી, શાકભાજી વાળા કે નાના કરિયાણાના દુકાનદારો (જેમનું માસિક ડિજિટલ ટ્રાન્ઝેક્શન 1 લાખ રૂપિયા સુધી છે) તેમને આ MDR ચાર્જમાંથી સંપૂર્ણપણે મુક્ત રાખવામાં આવ્યા છે.

હવે જોવાનું એ રહે છે કે સરકાર પેટ્રોલ પંપ એસોસિએશનની માંગ સ્વીકારે છે કે પછી 16 ઓક્ટોબરથી ગ્રાહકોને મોટા વ્યવહારો માટે ખરેખર રોકડ કે કાર્ડનો જ ઉપયોગ કરવો પડશે.

UPI પર ચાર્જની આહટથી સુરતના કાપડ વેપારીઓએ કેશ અને ચેક તરફ વળવાની ચેતવણી આપી!

0

ડિજિટલ પેમેન્ટે વેપારની ગતિ અનેકગણી વધારી દીધી છે, પરંતુ હવે UPIના નવા MDR નિયમને લઈને વેપારીઓમાં ફરી રોકડ અને ચેક વ્યવહાર તરફ વળવાની ચર્ચા શરૂ થઈ છે. 15 ઓક્ટોબર, 2026થી ચોક્કસ Person-to-Merchant (P2M) UPI ટ્રાન્ઝેક્શનમાં ₹2,000થી વધુની રકમ પર 0.4% Merchant Discount Rate (MDR) લાગુ થશે. જોકે આ ચાર્જ ગ્રાહક પાસેથી સીધો વસૂલવાનો નથી; તે વેપારીના પેમેન્ટ ઇકોસિસ્ટમમાં લાગુ થશે.

નવા નિયમ મુજબ ₹75,000 કે તેથી વધુના પાત્ર ટ્રાન્ઝેક્શન માટે MDRની મહત્તમ મર્યાદા ₹300 રહેશે. બીજી તરફ વ્યક્તિથી વ્યક્તિ (P2P) UPI વ્યવહાર સંપૂર્ણપણે મફત રહેશે. ₹2,000 સુધીના મર્ચન્ટ પેમેન્ટ અને મહિને UPI QR મારફતે ₹1 લાખ સુધીની આવક મેળવતા નાના વેપારીઓ માટે પણ શૂન્ય MDRની જોગવાઈ રાખવામાં આવી છે. રેલવે, ટેલિકોમ, વીમા, ઈંધણ અને કૃષિ ઇનપુટ્સ જેવા કેટલાક ક્ષેત્રોમાં ₹2,000થી વધુના પેમેન્ટ માટે ફ્લેટ ₹5 MDR રહેશે.

સુરતના કાપડ વેપારીઓમાં ચિંતા

સુરતના કાપડ વેપારીઓએ નવા MDRથી નાના અને મધ્યમ વેપારીઓ પર વધતા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના જોઇન્ટ સેક્રેટરીના જણાવ્યા મુજબ, UPIનો ઉપયોગ પગાર, કામદારોને એડવાન્સ, કટિંગ-પેકિંગ ચાર્જ અને કાપડ સંબંધિત સામગ્રીની ચુકવણીમાં વ્યાપક રીતે થાય છે. તેમના મતે ચેક પેમેન્ટ તરફ વળવાથી ચુકવણી અને માલની પ્રક્રિયામાં સમય લાગી શકે છે.

સુરતના વિશાળ ટેક્સટાઇલ ટ્રેડિંગ નેટવર્કને જોતા આ મુદ્દો મહત્વનો બની શકે છે. શહેરમાં 70,000થી વધુ ટેક્સટાઇલ ટ્રેડિંગ શોપ્સ હોવાનો ઉલ્લેખ વિવિધ ઉદ્યોગસંબંધિત અહેવાલોમાં થયો છે.

વેપારીઓનો ખર્ચ વધવાનો દાવો

ગુજરાતના વેપારીઓમાં એવી ચિંતા છે કે મોટા UPI પેમેન્ટ પર લાગતો MDR વેપારના માર્જિન પર અસર કરી શકે છે. અમદાવાદના વેપારીઓએ પણ હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શનના વધતા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આવા ખર્ચને લાંબા ગાળે કિંમતોમાં સામેલ કરવાની જરૂર પડી શકે છે.

ગુજરાતના પેટ્રોલ ડીલરો દ્વારા પણ MDRમાંથી રાહત અથવા અલગ મર્યાદાની માગ કરવામાં આવી છે. તેમનો મુદ્દો એ છે કે ઈંધણના વેપારમાં માર્જિન મર્યાદિત હોય છે, તેથી વધારાનો વ્યવહાર ખર્ચ સંચાલકો માટે પડકાર બની શકે છે. જોકે ઈંધણ જેવા ક્ષેત્ર માટે નવા માળખામાં ₹5નો ફ્લેટ MDR રાખવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ MDR કોઈ સરકારી ટેક્સ નથી અને તેની રકમ પેમેન્ટ ઇકોસિસ્ટમના વિવિધ ભાગીદારો વચ્ચે વહેંચાશે. સરકારના જણાવ્યા મુજબ આશરે 96% P2M UPI ટ્રાન્ઝેક્શન નવા MDRથી અસરમુક્ત રહેશે.

અર્થાત્, 15 ઓક્ટોબરથી દરેક UPI પેમેન્ટ પર ચાર્જ લાગવાનો નથી. પરંતુ ₹2,000થી વધુના પાત્ર વેપારી વ્યવહારોને કારણે ખાસ કરીને ઓછા માર્જિનવાળા વ્યવસાયોમાં ખર્ચ અને ડિજિટલ પેમેન્ટની પદ્ધતિ અંગે ચર્ચા તેજ બની છે.

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 ટિકિટ માટે પસંદગી પ્રક્રિયા શરૂ; આ 3 નિરીક્ષકો સાંભળશે વાત

0

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટેનો સમયપત્રક જાહેર થતાં જ હવે રાજકીય પક્ષોમાં ઉમેદવાર પસંદગીની દોડ વધુ તેજ બની છે. આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થતાં ભાજપે પણ પોતાના સંભવિત ઉમેદવારોને લઈને આંતરિક કવાયત શરૂ કરી દીધી છે. મહાનગરપાલિકાની 44 બેઠકો માટે આજે પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ટિકિટના ઇચ્છુક દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરી છે.

ત્રણ નિરીક્ષકો સંભાળશે દાવેદારોની રજૂઆત

ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકોની જવાબદારી નક્કી કરી છે. પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને ભાજપના આગેવાન શબ્દશરણ બ્રહ્મભટ્ટ દાવેદારોને સાંભળવાની કામગીરી કરી રહ્યા છે.

ગાંધીનગરમાં એક જ સ્થળે નહીં, પરંતુ ત્રણ અલગ વિસ્તારોમાં સેન્સ પ્રક્રિયા ગોઠવવામાં આવી છે. સેક્ટર-28 જીઆઈડીસી, સેક્ટર-16ના બ્રહ્મભવન અને રાયસણ સ્થિત આર. કે. પટેલ ફાર્મ ખાતે અલગ-અલગ વોર્ડના દાવેદારો પાસેથી રજૂઆતો લેવામાં આવી રહી છે. ટિકિટ મેળવવા ઇચ્છુક કાર્યકરો અને આગેવાનોની દાવેદારી સાંભળ્યા બાદ નિરીક્ષકો પોતાની યાદી તૈયાર કરશે.

આ યાદી પ્રદેશ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. ત્યારબાદ ત્યાં અંતિમ ચર્ચા અને મંથન બાદ 44 બેઠકો માટે પાર્ટીના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર પણ સજ્જ

મનપાના તમામ 11 વોર્ડ માટે ચૂંટણી કામગીરી સુચારુ રીતે થઈ શકે તે માટે પાંચ રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. વોર્ડ-1થી 4 માટેના ફોર્મ જિલ્લા પંચાયત કચેરી ખાતે, જ્યારે વોર્ડ-5થી 11 માટેના ફોર્મ કલેક્ટર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે.

આદર્શ આચારસંહિતાના પાલન માટે સ્પેશિયલ નોડલ અધિકારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ભાજપ-કોંગ્રેસમાં ટિકિટની ખેંચતાણ, AAPએ 23 નામ જાહેર કર્યા

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે. AAP 23 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હજુ ચાલી રહી છે.

ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે 21થી 26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 28 સપ્ટેમ્બરે ફોર્મની ચકાસણી થશે, જ્યારે 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 29 સપ્ટેમ્બરની સાંજે ચૂંટણી મેદાનમાં રહેનારા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

કુડો ચેમ્પિયન પ્રીથ્વી મહેન્દ્ર પાટીલે બે રાજ્યસ્તરીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને પરિવાર અને સુરતનું નામ રોશન કર્યું

0

સુરત ખાતે યોજાયેલી 14મી ગુજરાત સ્ટેટ ઓપન કુડો ટુર્નામેન્ટ-2026માં અંડર-13 વર્ષના 30 કિગ્રા વજન વર્ગમાં પ્રીથ્વી મહેન્દ્ર પાટીલે ગોલ્ડ મેડલ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. Gujarat Sports Kudo Association દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનું આયોજન 6 સપ્ટેમ્બર 2026ના રોજ સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રીથ્વીએ આ ઉપરાંત ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. આમ, બે અલગ-અલગ રાજ્યસ્તરીય કુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી પ્રીથ્વીએ પરિવાર, કોચ અને સુરતનું ગૌરવ વધાર્યું છે.

બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે આશાની નવી કિરણ: આ દવાથી 3 વર્ષ સુધી વધી શકે છે જિંદગી

ઇંગ્લેન્ડમાં ‘HER2-લો એડવાન્સ્ડ બ્રેસ્ટ કેન્સર’ (સ્તન કેન્સર) સામે લડી રહેલી હજારો મહિલાઓ માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ, બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા ‘એન્હર્તુ’ (Enhertu) નામની દવાની મંજૂરી આપવામાં આવી છે. સંશોધનો દર્શાવે છે કે આ અદભુત દવા દર્દીઓનું આયુષ્ય સરેરાશ સાત મહિના અને કેટલાક કિસ્સાઓમાં તો ત્રણ વર્ષ સુધી વધારી શકે છે. આ નિર્ણય અસાધ્ય કેન્સરનો સામનો કરી રહેલી આશરે ૧,૦૦૦ જેટલી મહિલાઓ માટે એક નવું જીવનદાન સાબિત થવા જઈ રહ્યો છે.

કેન્સરને વિશ્વની સૌથી ખતરનાક અને જીવલેણ બીમારીઓમાંની એક ગણવામાં આવે છે. મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત ૬.૯૪ લાખ લોકો બ્રેસ્ટ કેન્સરને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં દર વર્ષે ૮૦ હજારથી વધુ મહિલાઓ આ બીમારીનો શિકાર બને છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, લોકોમાં કેન્સરની બીમારી કરતાં તેના નામનો ડર વધુ હોય છે; ‘કેન્સર’ શબ્દ સાંભળતા જ મનમાં મોતનો ખ્યાલ આવી જાય છે. જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં મેડિકલ સાયન્સે નોંધપાત્ર પ્રગતિ કરી છે. હવે એવી અનેક અસરકારક દવાઓ ઉપલબ્ધ છે જે માત્ર કેન્સરને મટાડવામાં જ નહીં, પરંતુ દર્દીના જીવનની ગુણવત્તા સુધારવામાં પણ મદદરૂપ થઈ રહી છે.

ઇંગ્લેન્ડની સરકારી સ્વાસ્થ્ય સેવામાં ‘એન્હર્તુ’ નો સમાવેશ કરવાના નિર્ણયથી દર્દીઓ અને કેન્સર સંસ્થાઓમાં ખુશીની લહેર છે. આ દવા ખાસ પ્રકારના અને ગંભીર બ્રેસ્ટ કેન્સર માટે વપરાય છે, જ્યાં કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાવવાનું સતત જોખમ રહેલું હોય છે. શરૂઆતમાં, બ્રિટનની દવાઓનું મૂલ્યાંકન કરતી સંસ્થાએ આ દવાની ઊંચી કિંમત અને તેનાથી મળતા ફાયદાઓને ધ્યાનમાં રાખીને તેને આર્થિક રીતે પર્યાપ્ત ફાયદાકારક ન માની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ, દર્દીઓની લાંબી ઝુંબેશ બાદ હવે આ નિર્ણયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

‘એન્હર્તુ’ ને તબીબી ભાષામાં ‘ટ્રાસ્ટુઝુમેબ ડેરક્સ્ટેકેન’ (Trastuzumab deruxtecan) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દવા ઇન્ફ્યુઝન દ્વારા એટલે કે નસ વાટે ધીમે-ધીમે શરીરમાં પહોંચાડવામાં આવે છે અને સામાન્ય રીતે દર ત્રણ અઠવાડિયે એક વાર આપવામાં આવે છે. અમેરિકામાં આ દવાનો ખર્ચ પ્રતિ દર્દી દર મહિને અંદાજે ૧૦,૦૦૦ પાઉન્ડ (લગભગ ૧૨.૮૧ લાખ રૂપિયા) છે.

ગયા વર્ષે શિકાગોમાં યોજાયેલી ‘અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી’ ની બેઠકમાં રજૂ થયેલા સંશોધન મુજબ, શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ચૂકેલા બ્રેસ્ટ કેન્સર માટે આ દવા અત્યંત પ્રભાવી મુખ્ય ઉપચાર બની શકે છે.

NHS ઇંગ્લેન્ડના કીમોથેરાપી માટેના રાષ્ટ્રીય વિશેષજ્ઞ સલાહકાર અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. એન રિગ જણાવે છે કે, આ દવા જીવલેણ કેન્સરનો શિકાર બનેલી મહિલાઓને વધુ સમય સુધી જીવવાની તક આપી શકે છે. ભલે આ દવાની કિંમત વધુ હોય, પરંતુ તે દર્દીઓને જીવનની અમૂલ્ય ક્ષણો પ્રદાન કરે છે, જે સૌથી મોટી બાબત છે.

અહમદનગરની ગલીઓથી સ્વીડનની સંસદ સુધી, કોણ છે નીલા વિખે પાટીલ?

અહમદનગરની ગલીઓમાં બાળપણ વિતાવનાર એક યુવતી આજે સ્વીડનની 349 સભ્યોવાળી સંસદ ‘રિક્સડાગ’માં પહોંચી છે. મહારાષ્ટ્રના જાણીતા વિખે પાટીલ પરિવાર સાથે સંબંધ ધરાવતી નીલા વિખે પાટીલ સ્વીડનની તાજેતરની સંસદીય ચૂંટણીમાં ગ્રીન પાર્ટી (Miljöpartiet) તરફથી સિટી ઑફ સ્ટોકહોમ મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવી છે. સ્વીડિશ સંસદની સત્તાવાર વેબસાઇટ પર પણ તેમનું નામ ગ્રીન પાર્ટીના સભ્ય અને સ્ટોકહોમ મતવિસ્તારના પ્રતિનિધિ તરીકે નોંધાયેલું છે.

વિખે પાટીલ પરિવાર સાથે ગાઢ સંબંધ

41 વર્ષીય નીલા વિખે પાટીલનો જન્મ સ્વીડનમાં થયો હતો, પરંતુ તેમના શરૂઆતના વર્ષો મહારાષ્ટ્રના અહિલ્યાનગર (પૂર્વે અહમદનગર) સાથે જોડાયેલા છે. તેઓ મહારાષ્ટ્રના શિક્ષણવિદ્ અશોક વિખે પાટીલની પુત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી બાળાસાહેબ વિખે પાટીલની પૌત્રી અને મહારાષ્ટ્રના વર્તમાન જળસંપદા મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલની ભત્રીજી છે. તેમના પરદાદા વીઠ્ઠલરાવ વિખે પાટીલ મહારાષ્ટ્રના સહકારી ચળવળના અગ્રણી નામોમાંના એક હતા.

અર્થશાસ્ત્ર, કાયદા અને રાજકારણનો અભ્યાસ

નીલાએ ગોથેનબર્ગ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી અર્થશાસ્ત્ર અને કાયદાના અભ્યાસ સાથે બેચલર ડિગ્રી અને MBA પૂર્ણ કર્યા હતા. બાદમાં તેમણે સ્પેનની યુનિવર્સિટી કમ્પ્લુટેન્સે ઓફ મેડ્રિડમાં પણ અભ્યાસ કર્યો હતો. સ્વીડિશ રાજકારણમાં તેઓ લગભગ 25 વર્ષથી સક્રિય છે. તેઓ પૂર્વ વડાપ્રધાન સ્ટીફન લોફવેનના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયમાં રાજકીય સલાહકાર તરીકે નાણાં, કરવેરા અને હાઉસિંગ જેવા વિષયો પર કામ કરી ચૂક્યા છે. તેઓ સ્ટોકહોમ સિટી કાઉન્સિલમાં પણ રહી ચૂક્યાં છે.

PwCમાં કારકિર્દી પણ બનાવી

રાજકારણની સાથે નીલાએ પ્રોફેશનલ ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ ઉભી કરી છે. તેઓ 2020થી PwC સાથે જોડાયેલી છે અને સ્વીડનની સત્તાવાર ઓડિટર રજિસ્ટ્રી મુજબ તેઓ ઑથોરાઇઝ્ડ ઑડિટર તરીકે નોંધાયેલાં છે. 2025માં તેમણે આ લાયકાત મેળવી હતી.

દાદાની પ્રેરણા અને ભારત સાથેનું જોડાણ

ચૂંટણી બાદ નીલાએ બાળકોને સારા ભવિષ્યની તક, સ્વચ્છ પાણી અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે યાદ કર્યું હતું કે તેમના દાદા બાલાસાહેબે માત્ર 15 વર્ષની ઉંમરે તેમને રાજ્યનું બજેટ વાંચવા આપ્યું હતું. ભારત પ્રત્યેનો પોતાનો લગાવ પણ તેમણે જાહેર રીતે વ્યક્ત કર્યો છે.

13 સપ્ટેમ્બર 2026ની સ્વીડિશ ચૂંટણીના અંતિમ પરિણામોમાં ચાર વિરોધ પક્ષોને મળીને 176 બેઠકો મળી હતી, જ્યારે સરકારને સમર્થન આપતા ચાર પક્ષોને 173 બેઠકો મળી હતી. આ જ ચૂંટણી બાદ નીલા વિખે પાટીલ રિક્સડાગમાં પહોંચી છે.

બાપ્પાના આશીર્વાદથી મોટી દુર્ઘટના ટળી! લાલબાગ ચા રાજાના પંડાલમાં શોર્ટ સર્કિટ

0

ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે મુંબઈના વિશ્વપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ના દર્શને પહોંચેલા હજારો ભક્તોના શ્વાસ રવિવારે ત્યારે અધ્ધર થઈ ગયા જ્યારે પંડાલમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાયું હતું. આસપાસ તણખા ઝરતાં જ અબાલ-વૃદ્ધ સૌમાં નાસભાગ મચી ગઈ હતી અને એક ક્ષણ માટે તો ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, બાપ્પાના આશીર્વાદ અને વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીને પગલે કોઈ મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. સમયસૂચકતા વાપરીને સ્થિતિ પર કાબૂ મેળવી લેવાતાં તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત બચી ગયા હતા અને ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રજાનો દિવસ હોવાથી લાલબાગચા રાજાના દરબારમાં દર્શનાર્થીઓનો ભારે મહેરામણ ઉમટી પડ્યો હતો. આ દરમિયાન ‘મુખ દર્શન’ની લાઈન પાસે આવેલા એક ઇલેક્ટ્રિકલ ફીડર પિલર (સ્વિચ અને સર્કિટ બ્રેકર ધરાવતું બહારનું કેબિનેટ)માં અચાનક જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કેબિનેટમાંથી વીજળીના તણખા ઉડવા લાગતા લાઈનમાં ઊભેલા લોકોમાં ગભરાટ ફેલાઈ હતી અને અફરાતફરી જેવો માહોલ ઊભો થયો હતો.

જોકે, સ્થળ પર હાજર સિક્યોરિટી ગાર્ડ્સ, મંડળના સતર્ક સ્વયંસેવકો અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ટીમે તરત જ મોરચો સંભાળી લીધો હતો. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી અને તે વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. ટેકનિકલ ટીમે ગણતરીની મિનિટોમાં જ વાયરિંગની ખામી સુધારી લેતાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ જ દર્શન રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા હતા. સાવચેતીના પગલારૂપે બેસ્ટ (BEST) અને બીએમસીના અધિકારીઓએ પંડાલના તમામ અસ્થાયી વીજ જોડાણોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

આ શોર્ટ સર્કિટની ઘટનાએ લોકોમાં એટલા માટે વધુ ગભરાટ ફેલાવ્યો હતો, કારણ કે રવિવારે વહેલી સવારે જ આ વિસ્તાર નજીક કાલાચોકીના દત્તાનારામ લાડ માર્ગ પર એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી ચૂકી હતી. ત્યાં અન્ય એક ગણેશ પંડાલ પાસે પીવાના પાણીના અસ્થાયી સ્ટોલમાં વીજ કરંટ લાગવાથી ૮ વર્ષની માસૂમ બાળકી અને એક ૩૩ વર્ષીય મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

એક જ દિવસમાં વીજળીને લગતી બે ઘટનાઓ સામે આવતાં મુંબઈ પ્રશાસન હરકતમાં આવી ગયું છે.