HomeGujaratગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ પર પ્રતિબંધ, સરકારે મોટર વાહન નિયમોમાં...

ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ પર પ્રતિબંધ, સરકારે મોટર વાહન નિયમોમાં કર્યો મોટો સુધારો

Date:

Related stories

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને...

સુરતમાં પોલીસ પર ચપ્પુથી હુમલો કરનાર આરોપી પર પોલીસનું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

લીંબાયતમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમ ભાગવા લાગ્યો, પકડવા જતાં...

PF ખાતાધારકોને મોટી રાહત : હવે 75% નહીં, 90% સુધીની રકમ ઉપાડી શકાશે

નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) અંગે...
spot_img

ગાંધીનગરઃ ગુજરાતમાં વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, ચિહ્નો, સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવા માટે મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. હવે કાર, બાઈક, રિક્ષા સહિતનાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા લખાણ કે ચિહ્નો લગાવી શકાશે નહીં.

ગુજરાત મોટર વાહન નિયમો, 2026માં સુધારો

રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે. આ સુધારા હેઠળ ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં ફેરફાર કરવામાં આવ્યો છે.

નિયમ 125ના પેટાનિયમ (1)માં સુધારો કરીને ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, હવે વાહનો પર જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટપણે સમાવેશ કરવામાં આવ્યો છે.

કયા વાહનો પર લાગુ પડશે નિયમ?

નવી જોગવાઈ મુજબ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, બસ અને ટ્રક સહિત તમામ પ્રકારનાં ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, ચિહ્નો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવું પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યું છે. આ મુજબ રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવેલા અપવાદ સિવાય ખાનગી વાહનો પર જાહેરાતનાં ઉપકરણો, જાતિ દર્શાવતા ચિહ્નો, આકૃતિઓ કે અન્ય લખાણ પ્રદર્શિત કરવા પર નિયંત્રણ રહેશે.

અગાઉ જાહેર કરાયો હતો મુસદ્દો

આ સુધારાના મુસદ્દા નિયમો અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અસરગ્રસ્ત લોકો પાસેથી 30 દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. જોકે, નિર્ધારિત સમયગાળામાં સરકારને કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં હવે અંતિમ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

સરકારના આ નિર્ણયથી ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતાં લખાણ અને ચિહ્નો પર નિયંત્રણ આવશે. હવે વાહનચાલકોએ પોતાના વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં તે અંગે નવા નિયમોનું ધ્યાન રાખવું પડશે.

Subscribe

Latest stories