તુલા :
માનસિક અને શારીરિક તંદુરસ્તી : ઓગસ્ટ 2026થી તમે શારીરિક રીતે થોડી નબળાઈ અનુભવશો પરંતુ ફેબ્રુઆરી 2027થી તમારી શારીરિક તંદુરસ્તીમાં સુધારો થશે. આ વર્ષ દરમિયાન તમારી રાશિમાં શનિની પનોતી નથી. એકંદરે તમારી તંદુરસ્તીમાં ધીમી ગતિએ પણ સુધારો આવશે. જુલાઈથી ઓગસ્ટ 2027માં નાની ઈજા અથવા નાની સર્જરી થઈ શકે છે. આ સમય દરમિયાન અકસ્માત થાય એવું પણ શક્ય છે પરંતુ વધારે ચિંતા કરવા જેવું કંઈ નથી. શનિનું ગોચર ભ્રમણ મેષ રાશિમાં થવાથી જૂન મહિના પછી તમને થોડોઘણો માનસિક તણાવનો અનુભવ થાય. ડિસેમ્બર 2026થી રાહુનું ગોચર ભ્રમણ મકર રાશિમાં થશે, જેથી ઘણા જાતકોને ઘૂંટણનો દુખાવો અથવા ઘૂંટણમાં ઈજા પણ થઈ શકે છે. જૂન 2027 પછી હૃદયરોગના દર્દીઓએ ખાસ કાળજી રાખવી. 14 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે પણ ઘણાને નાનો હેલ્થ પ્રોબ્લેમ આવી શકે છે. ઘણા જાતકોને 24 ઓગસ્ટથી ઓક્ટોબરની વચ્ચે માથામાં ઈજા અથવા તો માથાનો દુખાવો થઈ શકે છે. ખોટી ચિંતા કરવી નહીં. આ બધી બાબતોનો પરફેક્ટ ઉકેલ મેળવવા માટે વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ કરવો પણ જરૂરી હોય છે.

આર્થિક સ્થિતિ અને વ્યવસાય : આ વર્ષ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, આવકમાં વધારો થશે. આ વર્ષ દરમિયાન ઘણાને મોટો આર્થિક લાભ પણ થઈ શકે છે. તુલા રાશિના ઘણા જાતકો આ વર્ષ દરમિયાન આવકનું માધ્યમ બદલવાનું વિચારી શકે છે એટલે કે નવા વ્યવસાયમાં ઝંપલાવી શકે છે. ઘણા વેપારીઓ પોતાની બીજી શાખા ખોલી શકે છે. ઓફિસનું કે ધંધાનું એડ્રેસ પણ બદલાઈ શકે છે. આ વર્ષ દરમિયાન જૂન મહિના પછી જૂની લોન ચૂકવાઈ જાય અને ઉઘરાણીની રિકવરી થાય એવી શક્યતા પણ છે. જૂન મહિના પછી આર્થિક લાભ થાય એવી શક્યતા પણ છે પરંતુ ગણતરી વગરનું સાહસ કરવું નહીં.

તુલા રાશિના જે જાતકો નોકરી સાથે જોડાયેલા છે એમની પણ પ્રગતિ થશે. નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027માં પ્રગતિ થાય એવી શક્યતા છે. પરંતુ જૂનથી નવેમ્બર 2027 સુધીમાં પ્રગતિ થાય એવી શક્યતા વધારે છે. આ સમય દરમિયાન તમારો પગારવધારો થઈ શકે છે. ઘણાંને જૂની નોકરીમાં જ પ્રગતિ થશે અને ઘણાંને વધુ સારી નવી નોકરી મળશે. આ વર્ષ દરમિયાન તમારી નોકરીમાં ટ્રાન્સફર પણ આવી શકે છે, પરંતુ એમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. જે કંઈ થશે તે તમારા સારા માટે જ થશે.
લગ્નજીવન : 3 જૂન, 2027ના દિવસે શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેથી જૂન મહિનાથી તુલા રાશિના જાતકોએ લગ્નજીવનમાં સાચવવું. પત્ની સાથે વાદવિવાદ થાય એવી શક્યતા છે અથવા તો પત્નીની તંદુરસ્તી બાબતે કાળજી રાખવી પડે. તુલા રાશિના જે જાતકોને લગ્ન કરવાની ઈચ્છા હોય એમને માટે આ વર્ષ સારું છે. નવેમ્બર 2026થી ફેબ્રુઆરી 2027ની વચ્ચે સગાઈ (એંગેજમેન્ટ) થઈ શકે છે અથવા તો જૂનથી નવેમ્બર 2027ની વચ્ચે પણ સગાઈ થવાની શક્યતા છે. ‘નવેમ્બરથી જાન્યુઆરી’ અને ‘જૂનથી નવેમ્બર’ આ સમયગાળો રિલેશનશિપ માટે સારો છે. જીવવા માટે એક ક્ષણ જોઈએ પરંતુ એ એક ક્ષણને માણવા માટે પણ બે જણ જોઈએ.

માતા-પિતા : 5 ડિસેમ્બર, 2026થી રાહુનું ગોચર ભ્રમણ મકર રાશિમાં થશે, જેથી તુલા રાશિના જાતકોએ પોતાના માતા-પિતાની તંદુરસ્તી વિશે ધ્યાન રાખવું પડશે. ઘણા તુલા રાશિવાળા જાતકોને ભણવા માટે અથવા તો વ્યવસાયના કામ માટે માતા-પિતાથી દૂર જવું પડે એવી શક્યતા પણ છે.
મકાન, વાહન અને મિલકત : જૂનથી નવેમ્બર 2026 સુધીનો સમય મકાન માટે અને વાહન માટે સારો છે. આ સમયમાં તમે નવા ઘરમાં ગૃહપ્રવેશ કરી શકો છો અથવા નવું વાહન પણ ખરીદી શકો છો. ડિસેમ્બર 2026 અને જાન્યુઆરી 2027 એ મકાન અને વાહન માટે અનુકૂળ નથી. ફેબ્રુઆરી 2027થી જૂન 2027ની વચ્ચેનો સમય મકાન, વાહન માટે થોડોઘણો ફેવરેબલ ટાઈમ છે. આ સમયમાં તમે નવું મકાન અથવા નવી મિલકત ખરીદી શકો છો અથવા જૂની મિલકતનું રીનોવેશન પણ કરાવી શકો છો. જો તમારે નવું વાહન ખરીદવું હોય તો ચોમાસા પહેલા ખરીદી લેવું જોઈએ. આ વર્ષ દરમિયાન તમારું ઘર બદલાય એટલે કે તમારું એડ્રેસ બદલાય અથવા વાહન બદલાય એવી શક્યતા છે. ઘણા લોકોનું ઓફિસનું કે ધંધાનું એડ્રેસ પણ બદલાઈ શકે છે.

સંતાનસુખ : આ વર્ષ દરમિયાન તમારાં સંતાનો ખૂબ પ્રગતિ કરશે અને તમને ગૌરવની લાગણીનો અનુભવ થશે. તુલા રાશિની જે મહિલાઓ માતા બનવા માટે ઉત્સુક છે એમને માટે પણ આ વર્ષ સારું છે. મોટે ભાગે આ વર્ષ દરમિયાન તુલા રાશિની મહિલાઓને પુત્ર સંતાન થાય એવી શક્યતા છે, પરંતુ ફેબ્રુઆરીથી જૂન 2027ની વચ્ચે પુત્રી થાય એવી શક્યતા પણ છે.
વિદ્યાર્થીજીવન : તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ સારું રહેશે. મહેનતના પ્રમાણમાં ખૂબ સારું ફળ મળશે. હિંમત હાર્યા વગર મહેનત ચાલુ રાખો. તમને સફળતા મળશે. જે વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઈચ્છા છે એમનું કામ પણ ડિસેમ્બર 2026થી થઈ શકે છે અને જૂન 2027 પછી સ્ટુડન્ટ વિઝા મળે એવી શક્યતા વધારે છે. રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ 3 જૂન, 2027 પછી ફેવરેબલ ટાઈમ છે. મેડલ જીતવાની સાથે સાથે તમને પ્રતિષ્ઠા મળે એવા દિવસો છે.
શેરબજાર : શેરબજાર સાથે જોડાયેલા વ્યક્તિઓનું આ વર્ષ સારું જશે. ડિસેમ્બર 2026 પછી ધીમે ધીમે શેરબજારમાં તમારી પ્રગતિ થશે, તમારી ગણતરીઓ સાચી પડશે. જૂન-જુલાઈ 2027 પછી શેરબજારમાં ફાયદો થાય એવી શક્યતા વધારે છે. ઓવરઓલ ભારતીય શેરબજારમાં પણ જૂન કે જુલાઈ મહિનાથી ધીમે ધીમે સુધારો થશે.
સામાજિક અને મિત્રમંડળ : ડિસેમ્બર 2026થી સામાજિક બાબતે તમારી પ્રગતિ થશે પરંતુ તમારે જૂન 2027 સુધી સાચવવું પડશે. જૂન 2027 પછી સામાજિક રીતે વધારે સારા દિવસો છે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે એ પણ ચૂંટણી જીતી શકે છે. તમારા નાના-મોટા કૌટુંબિક પ્રશ્નોનો પણ આ સમય દરમિયાન ઉકેલ આવી શકે છે. આ વર્ષ દરમિયાન જૂના મિત્રો સાથે મુલાકાત થાય અને સંબંધ આગળ વધે એવી શક્યતા છે. 5 ડિસેમ્બર, 2026 પછી અને 5 જુલાઈ, 2027 પછી મોટા ભાઈ સાથેના સંબંધોમાં સુધારો થઈ શકે છે. આ સમય પછી પડોશીઓ સાથેના સંબંધોમાં અને સામાજિક બાબતે ઘણો સુધારો થઈ શકે છે.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : 3 જૂન સુધી શનિ મીન રાશિમાં છે, જેથી તમારા સરકારી કામકાજ અટકી-અટકીને થાય એવી શક્યતા છે. કાનૂની બાબતોમાં તમારો થોડા પ્રમાણમાં સારો સમય 15 એપ્રિલ, 2027 પછી છે. જૂનથી ઓક્ટોબર 2027 વચ્ચે કાનૂની બાબતે તમારો ખૂબ સારો સમય છે. આ સમયગાળામાં તમારા જૂના અટકેલાં કોર્ટકચેરી સંબંધિત કામો પૂરાં થશે. વેપારી વર્ગને જરૂરી લાયસન્સ મળી જશે. જે લોકોનો ફેમિલી કોર્ટમાં કેસ ચાલે છે—એમનો જૂનથી ઓક્ટોબર વચ્ચે ઉકેલ આવી જશે. લોન વિશેની બાબતોમાં પણ રાહત થશે, લોન ચૂકવાઈ જશે.
વિદેશપ્રવાસ : આ વર્ષ દરમિયાન પ્રવાસ કરવા માટે અનુકૂળ દિવસો છે—ખાસ કરીને જૂન 2027 પછી પ્રવાસ કરવો સલાહભર્યો છે. શનિ 3 જૂન સુધી મીન રાશિમાં છે જેથી પ્રવાસનાં કામ મોડેથી થાય અથવા પ્રવાસ કેન્સલ થાય એવી શક્યતા પણ છે. અહીં જે લોકો વિદેશપ્રવાસની ઈચ્છા ધરાવે છે એમનું કામ પણ 3 જૂન પછી સરળતાથી થાય એવી શક્યતા છે.








