HomeAstrologyકન્યા રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય,...

કન્યા રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય, પંચાંગ અને શુભ મુહૂર્તોની સંપૂર્ણ માહિતી

Date:

Related stories

spot_img

કન્યા :

માનસિક અને શારીરિક તંદુરસ્તી : 5 ડિસેમ્બર, 2026થી રાહુનું ગોચર ભ્રમણ મકર રાશિમાં થશે, જેથી કરીને તમારી હેલ્થમાં સુધારો આવશે. જો ઘણા લાંબા સમયથી તમને કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ આવી જશે. પરંતુ મંગળનું ગોચર ભ્રમણ 12 નવેમ્બર, 2026થી 5 જુલાઈ, 2027 સુધી સિંહ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન મંગળ વક્રી અને માર્ગી બંને ગતિ કરશે. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોને નાની ઈજા થાય અથવા તો સર્જરી આવે એવું પણ શક્ય છે, પરંતુ જે થાય તે સારા માટે—કારણ કે ગુરુનું ગોચર ભ્રમણ 26 જૂન, 2027થી સિંહ રાશિમાં થશે અને તમારી હેલ્થમાં ઘણો સુધારો થશે. ધીમે ધીમે તમારી તંદુરસ્તી સુધરતી જશે. જો તમે કોઈ સર્જરી કરાવી હશે તો તેનું પરિણામ પણ ખૂબ સારું આવશે. અહીં મે 2027થી અને ઓગસ્ટ 2027થી ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ વધશે.

કન્યા રાશિવાળા જાતકોની 24 જાન્યુઆરી, 2020માં શનિની પનોતી પૂરી થઈ ગઈ હતી. હવે ફરી પાછું 3 જૂન, 2027થી 17 એપ્રિલ, 2030 સુધી કન્યા રાશિમાં શનિની પનોતી રહેશે. આ પનોતી દરમિયાન તમને કમરનો દુખાવો થઈ શકે છે. ઘણા જાતકોને દાંતનો દુખાવો થઈ શકે અથવા ચશ્માના નંબર પણ વધી શકે છે. ઉંમરલાયક વ્યક્તિઓને ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે, ઘણાંને ઘૂંટણમાં ઈજા પણ થઈ શકે છે. મંગળનું સિંહ રાશિમાં ગોચર ભ્રમણ થશે, એ દરમિયાન નાનો અકસ્માત થઈ શકે છે—ખાસ કરીને નવેમ્બર 2026થી જુલાઈ 2027ની વચ્ચે નાની ઈજા અથવા નાનો અકસ્માત થઈ શકે છે. આ બધી સમસ્યાઓના ઉપાય માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને દર શનિવારે હનુમાનજીના ચરણોમાં તેલ ચઢાવવું.

આર્થિક પરિસ્થિતિ અને વ્યવસાય : આ વર્ષ દરમિયાન ગુરુનું ગોચર ભ્રમણ 30 ઓક્ટોબર, 2026ના દિવસે સિંહ રાશિમાં થશે, જેને કારણે તમારા જૂના અટકેલાં કામ પૂરા થશે, જૂની ઉઘરાણી આવે એવી શક્યતા પણ છે. ગુરુ 25 જાન્યુઆરી, 2027 સુધી સિંહ રાશિમાં રહેશે એટલા માટે નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે તમારી ઉઘરાણી કવર થાય એવી શક્યતા છે. એ પછી ફરી પાછા ગુરુ વક્રી અવસ્થામાં જશે અને 25 જાન્યુઆરી, 2027થી 26 જૂન, 2027ની વચ્ચે ગુરુ કર્ક રાશિમાં રહેશે. આ સમય દરમિયાન ભાગીદારીની નવી ઓફર આવી શકે છે. જો તમને આ ઓફર યોગ્ય લાગે તો તમે સ્વીકાર કરજો પરંતુ બે વાર ચકાસણી કરજો અને વકીલની સલાહ લેજો, કારણ કે જૂન 2027થી શનિની પનોતી શરૂ થાય છે એટલે ખોટું સાહસ કરવું નહીં. જો તમે નવો વેપાર શરૂ કરવા માંગતા હોવ તો થોડા સમય માટે થોભી જજો. જૂન 2027થી હાથ પર રોકડ રકમ (કેશ ઓન હેન્ડ) બાબતે થોડી તકલીફ રહેશે.
ડિસેમ્બર 2026થી રાહુનું ગોચર ભ્રમણ મકર રાશિમાં થશે, જેને કારણે પણ તમારા ઉઘરાણીના પૈસા કવર કરવામાં મદદ મળશે. કન્યા રાશિના જે જાતકો લોન ચૂકવવા માંગે છે, એમને માટે પણ આ દિવાળીથી આવતી દિવાળી સુધીનો સમય અનુકૂળ છે.

જે લોકો નોકરી સાથે જોડાયેલા છે, એ લોકોની નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે પ્રગતિ થશે. જૂની નોકરીમાં જ પગારવધારો થશે અને જો નોકરી બદલશો તો જૂની નોકરી કરતાં નવી નોકરી વધુ સારી મળશે. એટલે કે નોકરીયાત વર્ગ માટે આ દિવાળીથી આવતી દિવાળી સુધીનો સમય સારો રહેશે.
લગ્નજીવન અને પ્રેમસંબંધ : હાલમાં શનિનું ગોચર ભ્રમણ મીન રાશિમાં છે જે કન્યા રાશિના ચંદ્રથી સાતમે છે, જેથી કરીને લગ્નજીવનમાં નાની-મોટી ખટપટ ચાલ્યા કરે. પરંતુ 15 માર્ચ, 2027થી લગ્નજીવનમાં થોડું સાચવવું પડે અને પત્નીની તંદુરસ્તી બાબતે પણ ખ્યાલ રાખવો પડે. અહીં 24 ઓગસ્ટ, 2027 સુધી લગ્નજીવન બાબતે વ્યવહારકુશળ બનીને ચાલવું. જે યુવાનો લગ્ન કરવા માટે ઇચ્છુક છે, એમને માટે સારો સમય આ દિવાળીથી જૂન 2027 સુધીનો છે. આ સમય દરમિયાન તમને યોગ્ય પાત્ર મળી શકે છે અને સગાઈ (એંગેજમેન્ટ) થઈ શકે છે, જેમના એંગેજમેન્ટ થઈ ચૂક્યા છે એમના લગ્ન પણ થઈ શકે છે.
જે લોકો રિલેશનશિપમાં છે, એમણે ડિસેમ્બર 2026થી ઓક્ટોબર 2027ની વચ્ચે ખૂબ જ સાચવવું પડશે. આ સમય દરમિયાન તમારી રિલેશનશિપમાં ભંગાણ પડી શકે છે, બ્રેકઅપ થઈ શકે છે. આ બધી બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવા માટે વ્યક્તિગત કુંડળી જોવી પણ જરૂરી હોય છે.

માતા-પિતા : આ વર્ષ દરમિયાન એકંદરે તમારા માતા-પિતાની તંદુરસ્તી સારી રહેશે. જૂન 2027થી માતાની તંદુરસ્તી બાબતે થોડુંઘણું સાચવવું પડશે, વધારે ચિંતા કરવા જેવું નથી.
સંતાનસુખ : આ વર્ષ દરમિયાન નવેમ્બર 2026થી જૂન 2027 સુધીમાં સંતાન સુખની શક્યતા છે. આ સમય દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવું, ડોક્ટરની સલાહનું પૂરેપૂરું પાલન કરવું. કન્યા રાશિના જે જાતકોનાં સંતાનો મોટાં થઈ ગયાં છે, એ સંતાનો ભણવા માટે અથવા તો વ્યવસાય માટે માતા-પિતાથી દૂર જાય એવું શક્ય છે. ઘણા વિદ્યાર્થીઓ ભણવા માટે હોસ્ટેલમાં જાય અથવા વિદેશમાં ભણવા માટે જાય એવું શક્ય છે.
મકાન અને વાહન : આ વર્ષ દરમિયાન નવું મકાન લેવા માટે અથવા તો નવું વાહન ખરીદવા માટે સારા દિવસો છે. જૂન 2027થી મકાન અને વાહન ખરીદવા માટે વધારે અનુકૂળ સમય છે. આ સમય દરમિયાન તમે જૂના મકાનનું રીનોવેશન પણ કરાવી શકો છો.
શેરબજાર : ડિસેમ્બર 2026થી રાહુનું ગોચર ભ્રમણ કન્યા રાશિના જાતકો માટે શેરબજાર માટે યોગ્ય નથી. આ વર્ષ દરમિયાન કન્યા રાશિના જાતકોએ શેરબજારમાં પુષ્કળ સાચવવું પડશે, નુકસાની થાય એવી સંભાવના છે. ખોટું સાહસ કરવું નહીં. ‘હારેલો જુગારી બમણું રમે’ એવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો.
વિદ્યાર્થીજીવન : કન્યા રાશિના વિદ્યાર્થીઓએ આ વર્ષ દરમિયાન વધુ મહેનત કરવી પડશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે, એનું કામ આ વર્ષ દરમિયાન થઈ જશે. 30 ઓક્ટોબર, 2026થી 15 માર્ચ, 2027ની વચ્ચે તમને સ્ટુડન્ટ વિઝા મળી જાય એવી શક્યતા છે. જો તમે આ સમય ચૂકી ગયા તો 26 જુલાઈ, 2027થી આવતી દિવાળી સુધીમાં પણ તમને સ્ટુડન્ટ વિઝા મળી શકે છે, જેથી નિરાશ થવું નહીં. સ્પોર્ટ્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે મેડલ જીતી લાવે એવી શક્યતા છે.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : જો તમારો ઘણા લાંબા સમયથી કોર્ટ કેસ ચાલતો હોય તો આ વર્ષ દરમિયાન કોર્ટ કેસનો ઉકેલ આવી જશે—ખાસ કરીને ડિસેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે કેસનો ઉકેલ આવે એવી શક્યતા છે. જૂન 2027 પછી કોર્ટ કેસનો ઉકેલ આવે એવી શક્યતા વધારે છે, પરંતુ જૂન 2027થી શનિની પનોતી શરૂ થતી હોવાથી આ સમય દરમિયાન થોડી નુકસાની થાય અથવા તો ખર્ચ વધારે થાય એવી શક્યતા છે. જો તમારો લગ્નજીવન બાબતે કોર્ટ કેસ ચાલતો હોય તો આ વર્ષ દરમિયાન એનો પણ ઉકેલ આવી જશે. લોન વિશે જો કોઈ તણાવ હોય તો તેનું સોલ્યુશન પણ મળી જશે.
વેપારી વર્ગને જો કોઈ લાયસન્સ લેવાના હોય તો આ વર્ષ દરમિયાન એમનું કામ પણ થઈ જશે. જે લોકો આયાત-નિકાસ (ઇમ્પોર્ટ-એક્સપોર્ટ)ના વ્યવસાય સાથે જોડાયેલા છે, એમનું કામ પણ સફળતાપૂર્વક થઈ જશે, ખાસ કરીને જૂન 2027 પછી સરળતાથી કામ ચાલશે. જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે દરેક સરકારી બાબતે તમારું કામ થઈ જશે અને કોર્ટ કેસનો પણ ઉકેલ આવશે.
વિદેશપ્રવાસ : જે લોકો વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે, એમને આ દિવાળીથી આવતી દિવાળીની વચ્ચે વિઝા મળી જશે. આ વર્ષ દરમિયાન તમે ધાર્મિક પ્રવાસ પણ કરી શકો છો અને જેની ઈચ્છા હોય તે વિદેશપ્રવાસ પણ કરી શકે છે.

Subscribe

Latest stories