HomeNationalઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: બદ્રીનાથથી પરત ફરતું હેલિકોપ્ટર જોશીમઠ નજીક ક્રેશ, 6 લોકોનાં...

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: બદ્રીનાથથી પરત ફરતું હેલિકોપ્ટર જોશીમઠ નજીક ક્રેશ, 6 લોકોનાં મોત

Date:

Related stories

PM મોદીએ અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેનને આપી લીલી ઝંડી

ગુજરાતના ઉત્તર ભાગના મુસાફરો માટે રેલવેની નવી સુવિધા, વિદ્યાર્થીઓ,...

૩૦ ઓક્ટોબરનું રાશિફળ : મેષથી મીન સુધી જાણો તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): શુક્રવાર અને પંચમી તિથિના સંયોગથી તમારા આત્મવિશ્વાસ...

સુપર અલ નીનોનો ભારત પર ખતરો ! માર્ચ સુધીમાં ગરમીથી આટલા હજાર લોકોના મોતની આશંકા

આગામી મહિનાઓમાં અલ નીનોની અસરને કારણે ભારતમાં આકરી ગરમીનો...

સુરતમાં સ્કોર્પિયોનો આતંક: ઓલપાડના ભાજપ નેતાના પુત્રે 10થી વધુ વાહનોને મારી ટક્કર

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બેફામ સ્કોર્પિયોએ રસ્તા...
spot_img

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠ નજીક હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ ધામથી દેહરાદૂન જઈ રહેલા હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત કુલ 6 લોકો સવાર હતા. દુર્ઘટનામાં તમામનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, જાનહાનિ અંગે હવે સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારે (30 ઓક્ટોબર, 2026) મોટી હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. બદ્રીનાથ ધામથી દેહરાદૂન તરફ જઈ રહેલું હેલિકોપ્ટર જોશીમઠ નજીક ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. હેલિકોપ્ટરમાં પાંચ મુસાફરો અને એક પાયલોટ સહિત કુલ છ લોકો સવાર હતા. દુર્ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ ગઈ છે.

જોશીમઠના ચાઈ ગામ નજીક બની દુર્ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, બદ્રીનાથથી ઉડાન ભર્યા બાદ હેલિકોપ્ટરનો જોશીમઠના ચાઈ ગામ નજીક અચાનક સંપર્ક તૂટી ગયો હતો. પર્વતીય વિસ્તારમાં હેલિકોપ્ટરનો સંપર્ક તૂટતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે.

શોધખોળ માટે બે હેલિકોપ્ટર તૈનાત

ઘટનાની જાણ આર્મી યુનિટ દ્વારા ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટને કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુમ થયેલા હેલિકોપ્ટરનું ચોક્કસ સ્થળ શોધવા માટે બે અન્ય હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યાં છે. પર્વતીય વિસ્તાર અને પ્રતિકૂળ હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી હોવાના અહેવાલ છે.

ખરાબ હવામાનને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા

પ્રાથમિક અહેવાલો અનુસાર, દુર્ઘટના સમયે વિસ્તારમાં હવામાન પ્રતિકૂળ હતું. ખરાબ હવામાન દુર્ઘટનાનું કારણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હેલિકોપ્ટર ક્રેશ થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

6 લોકોનાં મોતની આશંકા, સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે

હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, જાનહાનિ અંગે હવે સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે.

Subscribe

Latest stories