HomeLifeStyle₹475 કરોડની ‘ફેન્ટસી બ્રા’ સાથે કાઇલી જેનરે કર્યું રેમ્પ વૉક, વીડિયો થયો...

₹475 કરોડની ‘ફેન્ટસી બ્રા’ સાથે કાઇલી જેનરે કર્યું રેમ્પ વૉક, વીડિયો થયો વાયરલ !

Date:

Related stories

યુટ્યુબર ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, 2018ના માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હી: જાણીતા યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી...

સુરત એરપોર્ટ પર શરૂ થયાના 8 મહિનામાં જ ‘ઉડાન યાત્રી કેફે’ બંધ, આ કારણે કરવામાં આવ્યું બંધ !

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને સસ્તા ભાવે ચા-નાસ્તો અને...

બિસ્લેરીના પાણીના સેમ્પલ ટેસ્ટમાં ફેલ, FSSAIની કડક કાર્યવાહી; 5 કંપનીઓ સામે કાનૂની પગલાં

દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલની મુશ્કેલી...
spot_img

વિક્ટોરિયા સિક્રેટના ફેશન શોમાં 8 વર્ષ બાદ પરત ફરેલી ‘ફેન્ટસી બ્રા’ ફરી ચર્ચામાં આવી છે. બિઝનેસવુમન અને રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનરે 18 ઑક્ટોબરે લૉસ એન્જલસમાં યોજાયેલા ફેશન શોમાં અંદાજે 50 મિલિયન ડૉલર એટલે કે આશરે ₹475 કરોડની આ ખાસ બ્રા પહેરીને રેમ્પ વૉક કરી હતી. હવે આ કિંમતી બ્રાને ખાનગી ખરીદી માટે ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.

4,410 કુદરતી હીરાથી તૈયાર કરાઈ છે બ્રા

આ ખાસ ‘ફેન્ટસી બ્રા’ લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ JACOB & CO. સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. તેમાં કુલ 4,410 કુદરતી હીરા જડવામાં આવ્યા છે. બ્રાની મધ્યમાં 75.54 કેરેટનો દુર્લભ પીળો હીરો લગાવવામાં આવ્યો છે. તેનું વજન આશરે 4 પાઉન્ડ એટલે કે 1.8 કિલોગ્રામ છે.

8 વર્ષ બાદ ફેશન શોમાં વાપસી

વિક્ટોરિયા સિક્રેટની આ આઇકોનિક ફેન્ટસી બ્રા છેલ્લે વર્ષ 2018માં ફેશન શોમાં જોવા મળી હતી, જ્યારે મોડલ એલ્સા હોસ્કે તેને પહેરી હતી. હવે 2026ના ફેશન શોમાં કાઇલી જેનરે આ બ્રા પહેરીને રેમ્પ વૉક કરતાં ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે.

હવે ખાનગી ખરીદી માટે ઉપલબ્ધ થશે

મીડિયા અહેવાલો અનુસાર, વિક્ટોરિયા સિક્રેટના પ્રતિનિધિએ પુષ્ટિ કરી છે કે આ બ્રા JACOB & CO. મારફતે ખાનગી ખરીદી માટે ઉપલબ્ધ થશે. જોકે, તેની વાસ્તવિક વેચાણ કિંમત કેટલી હશે તે અંગે હજુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ₹475 કરોડ તેની અંદાજિત કિંમત છે, વેચાણ કિંમત નહીં.

Subscribe

Latest stories