HomeNationalપટનાથી લખનઉ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પર પડી વીજળી, લખનઉમાં કરાવાઈ ઈમરજન્સી...

પટનાથી લખનઉ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પર પડી વીજળી, લખનઉમાં કરાવાઈ ઈમરજન્સી લેન્ડિંગ

Date:

Related stories

🌟 ગુરુવારનું રાશિફળ : ૧૨ રાશિઓના જાતકો માટે શું લઈને આવ્યો છે આજનો દિવસ?

​મેષ (Aries) : ગુરુવારના દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને શ્રાદ્ધ...

રાહુલ ગાંધી જંતર-મંતર પહોંચતા જ પોલીસનું એક્શન, અનેક વિપક્ષી નેતાઓને કસ્ટડીમાં લેવાયા

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી દળો આજે...
spot_img

પટનાથી લખનઉ આવી રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટ બુધવારે સાંજે ખરાબ હવામાન દરમિયાન લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈએ આકાશી વીજળીની ચપેટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં વિમાનની નોઝને નુકસાન થયું હતું. પાયલટની સૂઝબૂઝને કારણે વિમાનને લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 160 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

ઈન્ડિગોની ફ્લાઈટ 6E925એ બુધવારે બપોરે લગભગ 3:10 વાગ્યે પટના એરપોર્ટથી લખનઉ માટે ઉડાન ભરી હતી. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈએ વિમાન આકાશી વીજળીની ચપેટમાં આવ્યું હતું. ત્યારબાદ પાયલટે વિમાનને લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.

આ વિમાનને લખનઉથી સાંજે 5:05 વાગ્યે ફ્લાઈટ 6E6968 તરીકે અમદાવાદ જવાનું હતું. જોકે, ઘટનાને પગલે તકનીકી તપાસ માટે વિમાનને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યું હતું. ઈજનેરોની ટીમે વિમાનની તપાસ શરૂ કરી હતી.

મુસાફરોને વધુ સમય સુધી રાહ ન જોવી પડે તે માટે એરલાઈને બીજા વિમાનની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ તમામ મુસાફરોને બીજા વિમાન મારફતે સાંજે લગભગ 6:22 વાગ્યે અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા હતા.

Subscribe

Latest stories